Sunday, 16/03/2025
Dark Mode

સુખસરમાં ગત જિલ્લા પંચાયત ચૂંટણીની અદાવતે બે પક્ષો વચ્ચે મારામારી થતા ગુન્હો દાખલ કરાયો.

August 9, 2021
        721
સુખસરમાં ગત જિલ્લા પંચાયત ચૂંટણીની અદાવતે બે પક્ષો વચ્ચે મારામારી થતા ગુન્હો દાખલ કરાયો.

બાબુ સોલંકી :- ફતેપુરા 

સુખસરમાં ગત જિલ્લા પંચાયત ચૂંટણીની અદાવતે બે પક્ષો વચ્ચે મારામારી થતા ગુન્હો દાખલ કરાયો.

સુખસરના મારગાળા ચોકડી ખાતે રવિવારના રોજ લખણપુર તથા ઘાણીખુંટના યુવાનો વચ્ચે મારામારી થતા બંને પક્ષે સામ સામે ફરિયાદ.

 સુખસર,તા.09

   ફતેપુરા તાલુકાના સુખસર પંથકમાં ગત વર્ષોમાં યોજાઇ ગયેલ ચૂંટણીઓ ની અદાવતે અવાર-નવાર મારામારી જેવા બનાવોનું ભૂત ધુણતુ રહે છે.તેવી જ રીતે ફતેપુરા તાલુકાના સુખસર ખાતે રવિવારના રોજ લખણપુર તથા ઘાણીખુટના યુવાનો વચ્ચે ગત જિલ્લા પંચાયત ચૂંટણીમાં મત નહીં આપવાની અદાવતે મારામારી થતા સુખસર સહિત આસપાસના વિસ્તારમાં આ કિસ્સો ટોક ઓફ ધી ટાઉન બન્યો હતો.બંને પક્ષે સામસામે ફરીયાદો આપતા બંને પક્ષના પાંચ આરોપીઓ વિરુદ્ધ સુખસર પોલીસ સ્ટેશનમાં ગુન્હો દાખલ કરવામાં આવ્યો હોવાનું જાણવા મળે છે. બંને પક્ષના આરોપીઓને સુખસર પોલીસ સ્ટેશનમાં જામીન આપી મુક્ત કરવામાં આવ્યા હોવાનું જાણવા મળે છે.

     જાણવા મળેલી વિગતો મુજબ ઘાણીખુટ ગામના સુનિલભાઈ રમેશભાઈ મકવાણા રવિવારના રોજ સાંજના આઠેક વાગ્યાના અરસામાં સુખસર બજારમાંથી કરીયાણાનો સામાન લઈ ઘાણીખુટ જવા નીકળ્યા હતા.તેવા સમયે લખણપુર ગામના સંદીપભાઈ મિનેષ ભાઈ તાવિયાડ, દિગ્વિજયસિંહ બાબુભાઈ ચારેલ તથા ધાટાવાડાના મયંકભાઈ છગન ભાઈ મછારના ઓએ સુનિલભાઈ મકવાણા ના કબજાની મોટર સાયકલ ઉભી રખાવી સંદિપ તાવિયાડે મા-બેન સમાણી બિભીત્સ ગાળો આપી કહેવા લાગેલા કે,તમોએ ગત જિલ્લા પંચાયતની ચૂંટણીમાં અમોને મત આપેલ ન હતા જેથી અમો હારી ગયા છીએ.તેમ કહી તેના હાથમાંની છરી ચંપાભાઈ મકવાણાને કપાળના જમણી આંખના ઉપરના ભાગે મારી દેતા ચામડી ફાટી જતાં લોહી નીકળી ગયેલ.તેવા સમયે દિગ્વિજય ચારેલે તેના હાથમાંની લોખંડની પાઇપ સંદીપભાઈ મકવાણાને જમણા ખભા ઉપર તથા જમણા પગના નળા ઉપર મારી દઈ ઈજાઓ પહોંચાડેલ. ત્યારબાદ સુનિલભાઈ તથા ચંપા ભાઈ જમીન ઉપર પડી જતા સંદીપ ચારેલ, દિગ્વિજય તાવિયાડ તથા મયંક મછારે ગડદાપાટુનો મારમારી ગાળો આપી જાનથી મારી નાખવાની ધમકીઓ આપી એકબીજાને મદદ કરતા ત્રણ આરોપીઓ વિરુદ્ધમાં સુનિલભાઈ મકવાણાએ ફરિયાદ આપતા કાયદેસરનો ગુનો દાખલ કરવામાં આવ્યો હોવાનું જાણવા મળે છે.

     જ્યારે સામાપક્ષે સંદીપભાઈ મિનેષભાઈ તાવિયાડે ફરિયાદ આપતા જણાવ્યું હતું કે,અમો સાંજના આઠેક વાગ્યાના અરસામાં અમારા કુટુંબી ભાઈ દિગ્વિજયભાઈ બાબુભાઈ ચારેલ તથા મયંકભાઈ છગનભાઈ મછારનાઓ બુલેટ ગાડી લઇ સુખસર બજારમાં આવવા નીકળેલ હતા.તેવા સમયે સુખસર મારગાળા ચોકડી રસ્તા ઉપર આવતા સુનિલભાઈ રમેશભાઈ મકવાણા તથા ચંપાબાઈ બિજીયાભાઈ મકવાણાના ઓએ બુલેટ ગાડીને ઉભી રખાવી ચૂંટણીની અદાવત રાખી માં-બેન સમાણી ગાળો બોલી કહેવા લાગેલા કે આજે તો તમને છોડવા નથી.તેમ કહી સુનિલ મકવાણાએ સંદિપ તાવિયાડને થપ્પડ મારેલ અને બુલેટ ગાડીને ધક્કો મારી નીચે પાડી દેતા બુલેટ સવાર ત્રણ યુવાનો નીચે પડી ગયા હતા. તેમજ દિગ્વિજય છોડાવવા વચ્ચે પડતાં સુનીલ મકવાણાએ તેને જમણા ગાલ ઉપર આંખની નજીક થપ્પડ મારી ઇજાઓ કરેલ.જ્યારે ચંપાભાઈએ મયંકને ગડદાપાટુનો માર મારેલ.અને હવે પછી ક્યાંક મળશો તો મારી નાખીશુંની ધમકીઓ આપવા બાબતે ફરિયાદ આપતા ઘાણીખુટના સુનિલ ભાઈ મકવાણા તથા ચંપા ભાઈ મકવાણાની વિરુદ્ધમાં ગુનો દાખલ કરવામાં આવ્યો હોવાનું જાણવા મળે છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error: Content is protected !!