સુખસર તાલુકા પંચાયતના પ્રમુખ ઉપપ્રમુખ પદની ચૂંટણીમાં ભારતીય જનતા પાર્ટીએ વિજય મેળવ્યો*

Editor Dahod Live
2 Min Read

બાબુ સોલંકી  :-  સુખસર 

*સુખસર તાલુકા પંચાયતના પ્રમુખ ઉપપ્રમુખ પદની ચૂંટણીમાં ભારતીય જનતા પાર્ટીએ વિજય મેળવ્યો*

*18 તાલુકા પંચાયત સભ્યો પૈકી ભાજપ તરફે નવ,કોંગ્રેસ છ તથા આમ આદમી પાર્ટીના ત્રણ સભ્યો ચૂંટાયા હતા:આમ આદમી પાર્ટીના એક તાલુકા પંચાયત સભ્ય ગેરહાજર રહ્યા*

સુખસર,તા.25

 સુખસર તાલુકા પંચાયતની 18 બેઠકોની ચૂંટણી યોજાઈ ગઈ જેમાં વિજેતા ઉમેદવારોમાં ભાજપના 9 કોંગ્રેસના 6 તથા આમ આદમી પાર્ટીના 3 ઉમેદવારોની જીત થઈ હતી જ્યારે આજરોજ સુખસર તાલુકા પંચાયત પ્રમુખ તથા ઉપપ્રમુખની ચૂંટણી યોજવામાં આવી હતી.જેમાં ચૂંટાયેલા આમ આદમી પાર્ટીના એક સભ્ય સિવાય 17 સભ્યો હાજર રહ્યા હતા.હાજર રહેલા 17 સભ્યો માં 9 ભાજપના 6 કોંગ્રેસ તથા આમ આદમી પાર્ટીના 2 તાલુકા સભ્યો હાજર રહ્યા હતા જ્યારે એક આમ આદમી પાર્ટીના સભ્ય ગેરહાજર રહ્યા હતા.સભ્યો હાજર રહેતા નવ મતો ભાજપના ખાતામાં પડતા જ ભાજપનું સંખ્યાબળ 9 થયું હતું.જે આજે ગઠબંધન સામે સ્પષ્ટ બહુમતી હતી. કોંગ્રેસના ચૂંટાયેલા 6 તાલુકા સભ્યો અને એક આમ આદમી પાર્ટીના તાલુકા સભ્ય એ સમર્થન આપતા કોંગ્રેસને 7 વોટ મળ્યા હતા.જ્યારે આમ આદમી પાર્ટીના એક સભ્ય અડગ રહ્યા હતા.જ્યારે આમ આદમી પાર્ટીના એક સભ્ય હાજર રહ્યા ન હતા.જેનો સીધો ફાયદો ભાજપને મળ્યો હતો. 

      આમ આદમી પાર્ટીના એક ઉમેદવારની ગેરહાજરી સુખસર તાલુકા પંચાયત પ્રમુખ તથા ઉપપ્રમુખ ની ચૂંટણી ભાજપ સરળ બની ફળીભૂત થઈ હતી.જેમાં સુખસર તાલુકા પંચાયત પ્રમુખ તરીકે ભરતભાઈ વીરસીંગભાઇ ડીંડોર જ્યારે ઉપપ્રમુખ તરીકે મંજુલાબેન ચેતનભાઇ ગરાસીયા નાઓ ચૂંટાઈ આવ્યા હતા આમ સુખસર તાલુકા પંચાયતમાં ભગવો લહેરાતા ભાજપના કાર્યકર્તાઓમાં ખુશીનો માહોલ છવાઈ ગયો હતો.અને ફટાકડા ફોડી ડી.જે ના તાલે નાચગાન કરતા તાલુકા પંચાયતમાંથી નીકળી પ્રમુખ તરીકે ચૂંટાયેલા ભરતભાઈ ડીંડોરના ગામ ભાટમુવાડી બલૈયા સુધી વિજય યાત્રા કાઢવામાં આવી હતી.

Share This Article