યુવા ચેરીટેબલ ટ્રસ્ટ લીમડી અને માળી સમાજ કદવાલ દ્વારા શૈક્ષણિક પ્રોત્સાહન સમારોહ યોજાયો
દાહોદ તા. ૨૯
યુવા ચેરીટેબલ ટ્રસ્ટ લીમડી તથા માળી સમાજ કદવાલના સંયુક્ત ઉપક્રમે આયોજિત શૈક્ષણિક પ્રોત્સાહન સમારોહ સફળતાપૂર્વક યોજાયો હતો. કાર્યક્રમ દરમિયાન તેજસ્વી તારલાઓનું ટ્રોફી અને શિલ્ડ આપી સન્માન કરવામાં આવ્યું.

કાર્યક્રમમાં વિદ્યાર્થીઓ દ્વારા સુંદર સાંસ્કૃતિક કાર્યક્રમો પણ રજૂ કરવામાં આવ્યા હતા, જેને ઉપસ્થિત સૌએ વધાવી લીધા હતા. આ સાંસ્કૃતિક રજૂઆતો દ્વારા વિદ્યાર્થીઓની પ્રતિભા ઉજાગર થઈ હતી.
આ પ્રસંગે સમાજના આગેવાનો દ્વારા પ્રેરણાદાયી વક્તવ્યો આપવામાં આવ્યા હતા. તેમના માર્ગદર્શન અને પ્રેરણાત્મક સંદેશાઓ દ્વારા સમાજના વિદ્યાર્થીઓને શિક્ષણ ક્ષેત્રે વધુ મહેનત કરી ઉજ્જવળ ભવિષ્ય ઘડવા પ્રોત્સાહિત કરવામાં આવ્યા.
કાર્યક્રમ દરમિયાન ઉપસ્થિત મહાનુભાવો, વાલીગણ અને સમાજજનોની ઉપસ્થિતિએ કાર્યક્રમને ગૌરવશાળી બનાવ્યો હતો. અંતે આભારવિધિ સાથે કાર્યક્રમનું સુંદર રીતે સમાપન કરવામાં આવ્યું.
