બાબુ સોલંકી :- સુખસર
*સુખસર તથા ફતેપુરા પોલીસ મથકે ઈદ-ઉલ-અઝહા નિમિત્તે શાંતિ સમિતિની બેઠક યોજાઈ*
*હિન્દુ-મુસ્લિમ સમાજે પરસ્પર સૌહાર્દ અને એકતાના સંદેશ સાથે તહેવાર ઉજવવાની ભાવના વ્યક્ત કરી*
સુખસર,તા.26
સુખસર તથા ફતેપુરા ખાતે 27 મે 2026 ના રોજ ઈદ-ઉલ-અઝહા (બકરી ઈદ) ના તહેવારને ધ્યાનમાં રાખી સુખસર સહિત ફતેપુરા પોલીસ મથકે શાંતિ સમિતિની બેઠકનું આયોજન કરવામાં આવ્યું હતું.ફતેપુરા પોલીસ સ્ટેશન ખાતે પી.આઈ. પી. એ. જાડેજાના અધ્યક્ષસ્થાને તથા પી.એસ.આઈ. આર.વી. રાઠોડની ઉપસ્થિતિમાં યોજાઈ હતી.જ્યારે સુખસર પોલીસ સ્ટેશન ખાતે સુખસર પોલીસ સ્ટેશન પીઆઇ એમ.એમ રાઠોડ તથા પીએસઆઇ ની અધ્યક્ષતામાં શાંતિ સમિતિની મીટીંગ નું આયોજન કરવામાં આવ્યું હતું.
બેઠક દરમ્યાન બકરી ઈદનો તહેવાર શાંતિપૂર્ણ અને ભાઈચારાના માહોલમાં ઉજવાય તે માટે વિવિધ મુદ્દાઓ પર ચર્ચા કરવામાં આવી હતી.પોલીસ અધિકારીઓ દ્વારા સમાજના આગેવાનોને કાયદો અને વ્યવસ્થા જાળવવામાં સહકાર આપવા અપીલ કરવામાં આવી હતી.
આ પ્રસંગે હિન્દૂ અને મુસ્લિમ સમાજના આગેવાનો તથા સ્થાનિક આગેવાનો ઉપસ્થિત રહ્યા હતા. તમામે પરસ્પર સૌહાર્દ અને એકતાના સંદેશ સાથે તહેવાર ઉજવવાની ભાવના વ્યક્ત કરી હતી.ગત વર્ષોમાં પણ ફતેપુરા સુખસર તાલુકામાં હિન્દુ-મુસ્લિમ સમાજે એકબીજાના તહેવારો નિમિત્તે ભાઈચારાથી ઉજવી એકતાના દર્શન કરાવેલ છે.
