
શબ્બીર સુનેલવાલ :- ફતેપુરા
ફતેપુરા:આદિવાસી ટાઈગર સેના દ્વારા પીપલારી ગામે ભીલ પ્રદેશ ચોકનું અનાવરણ કરવામાં આવ્યું
વિશ્વ આદિવાસી દિવસ નિમિત્તે ફતેપુરા તાલુકાના પીપલારા ગામની સામાવાળા ફળિયામાં ભીલ પ્રદેશની માંગ સાથે ભીલ પ્રદેશ ચોકનુ અનાવરણ કરવામાં આવ્યું
વિશ્વ આદિવાસી દિવસ નિમિત્તે પીપલારા ગામે વૃક્ષારોપણ કરી રોપાનું વિતરણ કરવામાં આવ્યું હતું
ફતેપુરા તા.09
આજરોજ તારીખ 9 ઓગસ્ટ 2021 વિશ્વ આદિવાસી દિન નિમિત્તે પીપલારા ગામે ગ્રામજનોએ પોતાની આદિવાસી સંસ્કૃતિ મુજબ તેમની સંસ્કૃતિ અને અસ્મિતા જળવાઈ રહે તે મુજબ પારંપરિક રીત રિવાજથી આદિવાસી ચોકનું અનાવરણ કરવામાં આવ્યું અને ગામ ના જ સામાપાડા ફળિયામાં સામાજિક કાર્યકર આદિવાસી ટાઈગર સેના ફતેપુરા તાલુકાના પ્રમુખ મેહુલ તાવિયાડ દ્વારા વિશ્વ આદિવાસી દિવસ નિમિતે ભીલ પ્રદેશ ની માંગ સાથે પિપલારાના ગ્રામજનો અને આગેવાનો સાથે મળી ભીલ પ્રદેશ ચોક નું અનાવરણ કરી આહવાન સાથે એક જન જાગૃતિની સભાને સંબોધી વિશ્વ આદિવાસી દિવસ કેમ ઉજવવામાં આવે છે. અને આદિવાસીઓના સંવૈધાનિક અધિકારો વિશે માહિતી આપી હતી.
આમ પીપલારા ગામે ગ્રામજનો એ આદિવાસી પારંપરિક નૃત્ય,વૃક્ષા રોપણ અને બાળકો ને વૃક્ષો ના રોપા વિતરણ કરી વિશ્વ આદિવાસી દિવસ ની ભવ્ય ઉજવણી કરવામાં આવી….