બાબુ સોલંકી :- સુખસર
ફતેપુરા તાલુકાના રૂપાખેડામાં અજાણ્યા વાહન ચાલકે મોટરસાયકલ ચાલકને અડફેટમાં લઇ અકસ્માત સર્જતા એક યુવાનનુ મોત.
બલૈયા ક્રોસિંગ થી ફતેપુરા જતા માર્ગ ઉપર રૂપાખડા પ્રાથમિક શાળા પાસેથી પસાર થતા માર્ગ ઉપર અકસ્માત સર્જાતા યુવાનનું ઘટના સ્થળે જ કમ કમાટી ભર્યું મોત નીપજ્યું .
અકસ્માત સર્જી અજાણ્યો વાહન ચાલક પોતાના વાહને સ્થળ ઉપરથી લઈને ફરાર થઈ ગયો.
સુખસર,તા.30
. ફતેપુરા તાલુકામાં દિન પ્રતિદિન વાહન અકસ્માતોના બનાવો બનતા નિર્દોષ લોકો કાળનો કોળિયો બની રહ્યા છે.એક અકસ્માત બનાવની શાહી જ્યા સુકાતી નથી ત્યાંજ બીજો અકસ્માત બનાવ બને છે.અને અકસ્માતનો ભોગ બનેલ મોતને ભેટી રહ્યા છે.તેવો જ બનાવ આજરોજ સાંજના ચારેક વાગ્યાના અરસામાં ફતેપુરા તાલુકાના બલૈયા ક્રોસિંગ થી ફતેપુરા જતા માર્ગ ઉપર રૂપાખેડા પ્રાથમિક શાળા પાસેથી પસાર થતા માર્ગ ઉપર બનવા પામ્યો છે.જેમાં કોઈ અજાણ્યો વાહન ચાલક મોટરસાયકલ ચાલકને અડફેટમાં લઈ અકસ્માત સર્જતા એક યુવાનનું ઘટના સ્થળેજ કમ કમાટી ભર્યુ મોત નીપજવા પામેલ હોવાનું જાણવા મળે છે.
જાણવા મળેલી વિગતો મુજબ ફતેપુરા તાલુકાના ફતેપુરા જતા માર્ગ ઉપર રૂપાખેડા પ્રાથમિક શાળા પાસે આજરોજ સાંજના ચારેક વાગ્યાના અરસામાં કોઈ અજાણ્યા વાહન ચાલકે મોટરસાયકલ નંબર જીજે-6 બીડી- 601 નંબર ને અડફેટમાં લઈ અકસ્માત સર્જતા એક આશરે 20 થી 22 વર્ષીય મોટરસાયકલ ચાલક યુવાન મોટર સાયકલ ઉપર થી ફંગોળાઈ નીચે પટકાતા માથામાં ગંભીર ઇજાઓ પહોંચતા આ યુવાનનું ઘટના સ્થળે જ કમ કમાટી ભર્યુ મોત નીપજવા પામેલ હોવાનું જાણવા મળે છે.મૃતક યુવાને પીળા કલરનો શર્ટ તથા આસમાની કલરનું પેન્ટ પહેરેલ હોવાનું જાણવા મળે છે.અકસ્માત બાબતે સુખસર પોલીસને જાણ થતા તાત્કાલિક સુખસર પોલીસ ઘટના સ્થળે પહોંચી ગઈ હતી.અને મૃતક યુવાન તથા અકસ્માત કરી ભાગી છૂટનાર વાહન ચાલકની શોધખોળ શરૂ કરવામાં આવી હોવાનું જાણવા મળે છે.