ઇલ્યાસ શેખ :- સંતરામપુર
મહીસાગર જિલ્લાના સંતરામપુર ખાતે રૂા.૪.૪૦ કરોડના ખર્ચે નવનિર્મિત બસ સ્ટેશનનું મુખ્યમંત્રીશ્રી વિજયભાઈ રૂપાણીના વરદ હસ્તે ઇ લોકાર્પણ કરાયું
સુવિધા યુક્ત નવિન સંતરામપુર બસ સ્ટેશન યાત્રિકો માટે આશિર્વાદ રૂપ બનશેઃ
વાહન વ્યવહાર રાજ્ય મંત્રીશ્રી ઇશ્વરસિંહ પટેલ
લુણાવાડા,
સંતરામપુર તા.04
આજરોજ ગુજરાત રાજ્ય માર્ગ વાહન વ્યવહાર નિગમ દ્વારા મહીસાગર જિલ્લાના સંતરામપુર ખાતે ૨૦૮૫ ચોરસ મીટર વિસ્તારમાં રૂા. ૪.૪૦ કરોડના ખર્ચે નવનિર્મિત બસસ્ટેશનનું મુખ્યમંત્રીશ્રી વિજયભાઈ રૂપાણીના વરદ હસ્તે અને વાહન વ્યવહાર મંત્રીશ્રી આર.સી.ફળદુ તેમજ સહકાર,રમત ગમત,યુવા અને સાંસ્કૃતિક પ્રવૃતિઓ ( સ્વતંત્ર હવાલો) વાહન વ્યવહાર રાજ્યકક્ષાના મંત્રીશ્રી ઇશ્વરસિંહ પટેલની ઉપસ્થિતિમાં ઇ લોકાર્પણ કરવામાં આવ્યું હતું.
#Paid Pramotion
Contact us :- sanrise public school
સંતરામપુર ખાતે નવનિર્મિત સુવિધાયુક્ત બસ સ્ટેશનને રીબીન કાપી ખુલ્લુ મુકતા સહકાર, રમત ગમત, યુવા અને સાંસ્કૃતિક પ્રવૃત્તિઓ, વાહન વ્યવહાર રાજ્ય કક્ષા મંત્રીશ્રી ઇશ્વરસિંહ પટેલે જણાવ્યું હતું કે, નવિન સંતરામપુર બસ સ્ટેશનથી દૈનિક ૬૦૦ ટ્રીપોના સંચાલન સાથે ૧૦,૦૦૦ પ્રવાસીઓને લાભ મળશે. બસ સ્ટેશનમાં બેઠક વ્યવસ્થા, કેન્ટીન, પાર્સલ રૂમ, વોટર રૂમ, વેઇટીંગ રૂમ, શૌચાલય, વિવિધ સ્ટોલ સહિત અનેક સગવડોથી સજ્જ નવનિર્મિત બસ સ્ટેશન સંતરામપુર નગર, તાલુકા સહિત અન્ય વિસ્તારના યાત્રિકો માટે આશીર્વાદરુપ નિવડશે.
વધુમાં મંત્રીશ્રીએ ઉમેર્યું કે એસ.ટી.વિભાગ નફો નુક્સાનનો વિચાર કર્યા વગર છેવાડાના માનવી માટે અવર જવર માટે કડીરૂપ બન્યું છે. લાખો વિદ્યાર્થીઓના અભ્યાસ માટે, લગ્ન પ્રસંગોમાં લોકોની સુવિધા સમય સાચવીને ખર્ચ બચાવીને ઉત્તમ પરિવહન સેવા બની રહેશે છે. આધુનિક બસ સ્ટેશનોના માધ્યમથી ગુજરાત નવા મોડલ તરિકે પ્રસ્થાપિત થઈ રહ્યું છે.
આ પ્રસંગે દાહોદ સાંસદશ્રી જસવંતસિંહ ભાભોર, ધારાસભ્ય સર્વશ્રીઓ કુબેરભાઈ ડિંડોર,જીગ્નેશભાઈ સેવક, નિમિષાબેન સુથાર, જિલ્લા કલેક્ટરશ્રી આર.બી.બારડ, જિલ્લા વિકાસ અધિકારીશ્રી કે.ડી.લાખાણી,અગ્રણીશ્રી દશરથભાઈ બારિયા, રાવજીભાઈ પટેલ, પ્રદીપસિંહ રાઠોડ સંતરામપુર પાલિકા પ્રમુખશ્રી સુનિતાબેન, ગોધરા એસ.ટી.વિભાગના નિયામકશ્રી બી.આર. ડિંડોર સહિત પદાધિકારીશ્રીઓ અધિકારીશ્રીઓ,એસટી વિભાગના અધિકારી- કર્મીઓ ઉપસ્થિત રહ્યા હતા.
——————————-