
ઈલીયાશ શેખર:- સંતરામપુર
સંતરામપુર નાળ વિસ્તારના બ્રિજની નીચે સંજીવની દૂધના પાઉચોનો જથ્થો ફેંકી દીધેલા હાલતમાં જોવા મળતા આશ્ચર્ય…
સંતરામપુર. 24
આવ્યા ગુજરાત સરકાર દ્વારા કુપોષણ અને બાળકોને શારીરિક ક્ષમતાઓ વધી રહે તે માટે લાખો રૂપિયા ખર્ચીને સંતરામપુર પ્રાથમિક શાળા અને આંગણવાડીમાં સંજીવની દુધ યોજના શરૂ કરવામાં આવેલી હતી પરંતુ પ્રાથમિક શાળા કે આંગણવાડી કે સંચાલક ની બે દરકારી ના કારણે સરકારે ખર્ચ કરવી દૂધ પાછળનો ખર્ચો ખરેખર બાળકો સુધી પહોંચતો જ નથી અને તેની બેદરકારી જોવા મળી આવી છે સંતરામપુર નાળ વિસ્તારના દર આચાર્ય દિવસે થેલી ભરીને સંજીવની દૂધનો જથ્થો નીચે ફીકી દેવામાં આવતો હોય છે સ્થાનિક લોકોની આ મળતી માહિતી મુજબ દર આચાર્ય દિવસે એક ટેમ્પા ચાલક અહીંયા આવે છે અને છોકરાની પીવડાવવાના દૂધના પાઉચ આ રીતે ફેંકીને જતા રહે છે કયું તંત્ર જવાબદાર તે ખરેખર તપાસનો વિષય બન્યો છે સરકારે જાહેર કરી યોજના હજુ પ્રાથમિક શાળામાં અને આંગણવાડીમાં ખરેખર અંતરિય વિસ્તારમાં અને શાળા સુધી અને બાળકો સુધી જતી નથી તેવું જોવાઇ રહેલો છે આટલા મોટા પ્રમાણમાં આ જથ્થો કયા કારણસર ફેંકી દેવામાં આવેલો છે અને કેમ બાળકોને આનો લાભ આપવામાં આવતો નથી તે ખરેખર આવો તપાસનો વિષય બન્યો છે અગાઉ પણ સંતરામપુર તાલુકાના મોટાભાગના આંતરિયા વિસ્તારમાં સંજીવની દૂધ બાળકો સુધી પહોંચતો નથી તેની પણ અગાઉ પણ પહોંચ આવેલી હતી અને વિદ્યાર્થીઓના વાલીઓ પણ અગાઉ પણ આ બાબતની આક્ષેપો કરેલા કે બાળકોને દૂધ તો આપવામાં આવતું જ નથી તેવી પરિસ્થિતિ જોવાયેલી છે બે દરકાર્યાને તંત્રની લાભ પરવાઇના કારણે સરકારે રકમ ખર્ચ કરેલી સંજીવની દૂધ બાળકો સુધી કેમ તપાસનો વિષય બન્યો છે.