Thursday, 25/04/2024
Dark Mode

સંજેલી તાલુકા પંચાયત કચેરી ખાતે તાલુકા વિકાસ અધિકારીની અધ્યક્ષતામાં મીટીંગ યોજાઇ:નગરમાં ગંદકીના દ્રશ્યો જોઈ ટીડીઓએ ગ્રામ પંચાયતનો ઉઘડો લીધો…

June 4, 2021
        3378
સંજેલી તાલુકા પંચાયત કચેરી ખાતે તાલુકા વિકાસ અધિકારીની અધ્યક્ષતામાં મીટીંગ યોજાઇ:નગરમાં ગંદકીના દ્રશ્યો જોઈ ટીડીઓએ ગ્રામ પંચાયતનો ઉઘડો લીધો…

સંજેલી તાલુકા પંચાયત કચેરી ખાતે તાલુકા વિકાસ અધિકારી ની અધ્યક્ષતામાં મીટીંગ યોજાઇ

સંજેલી ખાતે હાજર થયેલ ટીડીઓને હાજર થતાની સાથે જ નગરમાં ગંદકીના દ્રશ્યો જોવાતા સફાઈ મામલે લાપરવાહી બાબતે ગ્રામ પંચાયતની ઝાટકણી કાઢી હતી

જાહેર હિતના કામોમાં લાપરવાહી નહીં ચલાવવામાં આવે જવાબદારો સામે પગલા લેવામાં આવશે . ટીડીઓ સંજેલી

સંજેલી તા.04

સંજેલી તાલુકા પંચાયત સભાખંડમાં વેપારીઓની સાથે ગામના જાહેર પ્રશ્નને લઈને અધિકારીઓની મિટિંગ યોજાઇ હતી જેમાં તાલુકા વિકાસ અધિકારી હરેશભાઈ મકવાણા દ્વારા ગામના ગંદકી અને સાફ-સફાઈ ના આ પ્રશ્નને લઈને ચર્ચા કરવામાં આવી હતી જેમાં મિટિંગમાં મામલતદાર પીઆઇ પટેલ તાલુકા આરોગ્ય અધિકારી એમ એ આલમ , તેમજ ગ્રામ પંચાયત સરપંચ કિરણ ભાઈ , તલાટી વી .આર. રાઠોડ સહિત સ્ટાફ ઉપસ્થિત રહ્યા હતા . હાલમાં જ હાજર થયેલ ટીડીઓ દ્વારા ગ્રામ પંચાયત દ્વારા સફાઈ કામ બાબતે પૂછપરછ

#Paid Pramotion

Contact us :- sunrise public school 

કરવામાં આવી હતી . તાલુકા વિકાસ અધિકારી દ્વારા સંજેલી સરપંચ તેમજ તલાટીને નગરમાં સાફ-સફાઈ બાબતે ખાસ સૂચનો કર્યા હતા તેમજ રોજેરોજ સફાઈ કરવામાં આવે તેમજ ગંદકીના થાય તે બાબતે ખાસ ધ્યાન રાખવા માટે જણાવ્યું હતું ત્યારે ગ્રામપંચાયત તરફથી નગરના લોકો જ સફાઈ બાબતે લાપરવાહી કરતા હોય છે અને સફાઈ કર્યા પછી પણ ગંદકી કરી દે છે તેમ જણાવ્યું હતું . ત્યારે વેપારી મંડળ ના સભ્યો તરફથી પણ આ બાબતને ચોખવટ કરતા સંજેલી નગરમાં ઘણા વિસ્તારમાં તો સફાઈ નો કચરો ભરવા માટે ટ્રેક્ટર પણ ન આવતું હોવાનું જણાવ્યું હતું તેમ જ સફાઈ માટે નું ટ્રેક્ટર સવારે ને સાંજે બંને સમય સંજેલી નગરમાં ફરવામાં આવે તો સફાઈ બાબતે ઘણો ફરક પડી શકે તેમ છે તેમજ ગંદકી પણ નહીં થાય . ત્યારે અધિકારીઓ દ્વારા સફાઈ કર્યા પછી પણ સંજેલી માં જે તે ઘર , દુકાન , કે જાહેર સ્થળો પર ગંદકી જોવા મળશે તો તેના પર કાયદેસરના પગલા પણ લેવા માટે સૂચનો કરવામાં આવ્યા હતા.બીજી અન્ય રજૂઆતો ના વેપારીઓ દ્વારા તેમ પણ કહેવામાં આવ્યું હતું કે સંજેલી માં ગ્રામ્ય વિસ્તારમાંથી આવતા લોકો જે વેપાર કરવા આવતા હોય છે તેમને પોલીસ દ્વારા માસ્ક બાબતે કે અન્ય કારણોસર દંડ લેવામાં આવે છે . તેમજ પુષ્પના સાગર તળાવની પાસે પણ શહીદો ના નામે વૃક્ષારોપણ કરવામાં આવ્યા હતા તે જગ્યા પર ગંદકી કચરાના ઢગલા થયા છે જેવી બાબતોને રજૂઆત કરવામાં આવી હતી . ક્યારે તંત્ર તરફથી પણ સફાઈ યોગ્ય રીતે કરવામાં આવશે તેવી વાત જણાવી હતી અને બજારમાં આવતા બાઇક ચાલકોને વાહનો દુકાનોની આગળ અડચણરૂપ ના મુકવા તેની જવાબદારી વેપારીઓ રાખે જેથી કરીને તેમને પણ દંડના ભરવો પડે અને માસ્ક પહેરવા બાબતે પણ ખાસ ધ્યાન આપવા માટે જણાવ્યું હતું તેમજ સંજેલી તાલુકા આરોગ્ય અધિકારી દ્વારા મીટીંગ ના અંતમાં વેપારીઓને જણાવ્યું હતું કે કોરોના કેસો માં ઘટાડો થયો છે પણ આપણે બધાએ સંજેલી તાલુકા ને સુરક્ષિત રાખવા માટે કોરોનના નિયમોનું ચુસ્તપણે પાલન ફરજિયાત કરવાનું રહેશે ત્યારે ત્રણ બાબતોનું ખાસ ધ્યાન આપવા માટે જણાવ્યું હતું જેમાં માસ્ક ફરજીયાત પહેરવું . સામાજિક અંતર જાળવવું , હાથ સાફ રાખવા સેનેટાઈઝર નો ઉપયોગ કરવો જેથી કરીને કોરોના સંક્રમણથી બચી શકાય . ત્યારે અધિકારીઓ તેમજ સંજેલી નગરના વેપારીઓની મીટીંગ પૂર્ણ થતા જ તાલુકા વિકાસ અધિકારી તેમજ સ્ટાફ સાથે રહી તાત્કાલિક ધોરણે ગ્રામ પંચાયતને સૂચના કરતાં સફાઈ કર્મચારીઓને મામલતદાર કચેરી ખાતે બોલાવી અને સ્થળ ઉપરથી જ અધિકારીઓની હાજરીમાં સફાઈ કામ શરૂઆત કરી દેવામાં આવી હતી..

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error: Content is protected !!