
સંતરામપુર નગરમાં મહાશિવરાત્રીની ભવ્ય ઉજવણી કરાઈ, શિવાલયોમાં શિવભક્તોનો કીડિયારો ઉભરાયો..
સંતરામપુર નગરમાં મહાશિવરાત્રી નિમિત્તે ભવ્ય ઉજવણી કરવામાં આવી હતી.જેમા સવારથી જ ભાવીભક્તો અલગ અલગ મંદિરોમાં બિલ પત્ર ચઢાવવા માટે અને દર્શન કરવા માટે ઉમટી પડ્યા હતા.
સંતરામપુર તા.26
સંતરામપુર તાલુકાના નાની સરસણ મોનપુર બટકવાડા અલગ અલગ ગામોમાં મહાશિવરાત્રીનો મેળો પણ ભરાયો હતો ગોમતી બ્રહ્મ સમાજ દ્વારા પાલખીયાત્રાનું આયોજન કરવામાં આવેલું હતું જેમાં મોટી સંખ્યામાં ભાવિ ભક્તો જોડાયા હતા સાંજે ચાર કલાકથી ભ્રમણવડા વિસ્તારમાંથી પાલકી યાત્રા કાઢવામાં આવેલી હતી રાસ ગરબા અને ભવ્ય મહા આરતીનું પણ આયોજન કરવામાં આવેલું હતું આ પ્રસંગે માંડવી ચાર રસ્તા પાસે રાસ ગરબાની રમઝટ બોલાવેલી હતી.
જય મહાદેવથી નારા લગાવવામાં આવેલ સંતરામપુર નગર ગુંજી ઉઠ્યું હતું ઠેર ઠેર પ્રસાદનું પણ આયોજન કરવામાં આવેલું હતું આ પાલકી યાત્રાનું મહાદેવ મંદિરમાં પ્રસ્થાન કરવામાં આવેલું હતું ગુજરાત રાજ્યના શિક્ષણ મંત્ર કુબેર ડીંડોર માં જોડાયા અને આરતી માં જોડાયા હતા.