
સંજેલીમાં દિશા સૂચક બોર્ડ કે ડાયવર્ઝન આપ્યા વિના જ ઓચિંતી રસ્તાની કામગીરી શરૂ કરતાં ટ્રાફિક જામ: વાહન ચાલકો અટવાયા…
સંજેલી નગરની પ્રજાને ગટર અને રસ્તાઓની સુવિધા મળી રહે તે માટે ધારાસભ્ય રમેશભાઈ કટારાની ગ્રાન્ટમાંથી ત્રણ કરોડ ઉપરાંતના ખર્ચે મંજુર..
હોળી ફળિયાથી સંતરામપુર રોડ સુધી પ્રજાપતિ ફળીયુ, વચલુ ફળીયુ સહિતના 5 જેટલા રસ્તાઓ ગટર સાથે મંજૂર કરવામાં આવ્યા.
સંજેલી તા.23
paid pramotion
|| ચાલો ચાલો ક્રિકેટ ટ્રેનિંગ 2023માં ||
આપના બાળકને ઉનાળા વેકેશન દરમિયાન ક્રિકેટની ટ્રેનીંગ માટે મોકલો.. પહેલી એપ્રિલથી contact ajay pal 7046568161
સંજેલી ઝાલોદ રોડ હોળી ફળિયામા કોન્ટ્રાક્ટર દ્વારા દિશા સૂચક બોર્ડ કે ડાયવર્ઝન આપ્યા વિના જ રસ્તાની કામગીરી શરૂ કરાતા વાહન ચાલકો અને રાહદારીઓને અટવાવાનો વારો આવ્યો છે.સંજેલી નગર પ્રજાને ગટર અને રસ્તાઓની સુવિધા મળી રહે તે માટે એક વર્ષ અગાઉ ધારાસભ્ય રમેશભાઈ કટારાની ગ્રાન્ટમાંથી ત્રણ કરોડ ઉપરાંતના ખર્ચે ઝાલોદ મુખ્ય માર્ગ હોળી ફળિયાથી સંતરામપુર રોડ સુધી પ્રજાપતિ ફળીયુ, વચલુ ફળીયુ સહિતના પાંચ જેટલા રસ્તાઓ ગટર સાથે મંજૂર કરવામાં આવ્યા હતા.બાદ કોન્ટ્રાક્ટર દ્વારા હોળી ફળિયા તાલુકા સેવા
સદન આગળથી ગટર રસ્તાની દિશા સૂચક બોર્ડ કે ડાયવર્ઝન આપ્યા વિના જ કામગીરી શરૂ કરાતા વાહન ચાલકો તેમજ રાહદારીઓ અટવાતા મુશ્કેલીનો સામનો કરવો પડી રહ્યો છે.જ્યારે કોન્ટ્રાક્ટર દ્વારા દિશા સૂચક બોર્ડ અને ડાયવર્ઝન આપી કામગીરી શરૂ કરવામાં આવે તેવી સ્થાનિક લોકો અને વાહન ચાલકોની માંગ ઉઠવા પામી છે.