રાહુલ ગારી :- ગરબાડા
દેવગઢબારિયા ભાજપ સંગઠનમાં મોટો ફેરફાર, કમલેશભાઈ પટેલને સોંપાયું યુવા મોરચાનું સુકાન!
દાહોદ તા. ૧૩
ગુજરાત ભાજપ સંગઠન દ્વારા આગામી સમયને ધ્યાનમાં રાખીને યુવા મોરચામાં મોટા ફેરફારો અને નવી નિમણૂકોનો દોર શરૂ કરી દેવામાં આવ્યો છે. જે અંતર્ગત દેવગઢબારિયા યુવા મોરચાના ગ્રામ્ય મંડળના પ્રમુખ તરીકે પાયાના અને નિષ્ઠાવાન કાર્યકર્તા પટેલ કમલેશભાઈની વરણી કરવામાં આવતા સમગ્ર પંથકના રાજકારણમાં ગરમાવો આવી ગયો છે અને કાર્યકરોમાં ભારે ઉત્સાહનો માહોલ જોવા મળી રહ્યો છે.
*કોણ છે કમલેશભાઈ પટેલ?*
કમલેશભાઈ પટેલ એ દેવગઢબારિયાના દેગાવાડા ગામના વતની છે અને વિસ્તારમાં એક સક્રિય તેમજ લોકપ્રિય ચહેરો છે. તેમની આ સફર પાછળ વર્ષોની મહેનત અને સંગઠન પ્રત્યેની વફાદારી છુપાયેલી છે તેઓ ૨૦૧૫થી ભાજપમાં સક્રિય તેઓ વર્ષ ૨૦૧૫થી ભારતીય જનતા પાર્ટીમાં કોઈ પણ પદની લાલસા વગર નિસ્વાર્થ ભાવે પાયાના કાર્યકર તરીકે સેવા આપી રહ્યા છે.
*RSS અને રાષ્ટ્રસેવા સાથે જોડાણ*
કમલેશભાઈ માત્ર રાજકારણમાં જ નહીં, પરંતુ રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘ (RSS) સાથે પણ વર્ષોથી જોડાયેલા છે. રાષ્ટ્રીય ચેતના, લોકકલ્યાણ અને સામાજિક સેવાના કાર્યોમાં તેઓ હંમેશા અગ્રેસર રહે છે.સંગઠનનો બહોળો અનુભવ પાર્ટીએ તેમની નિષ્ઠા અને કામ કરવાની ક્ષમતાને જોઈને જ આ મહત્વની જવાબદારી સોંપી છે. અગાઉ પણ તેઓ સંગઠનમાં મહત્વના પદો ગજવી ચૂક્યા છે વર્ષ ૨૦૧૭-૧૮ યુવા મોરચાના કારોબારી સભ્ય તરીકે સરાહનીય જવાબદારી નિભાવી.
વર્ષ ૨૦૨૨ થી ૨૦૨૫ ૧૩૪-દેવગઢબારિયા વિધાનસભાના સોશિયલ મીડિયા વિભાગના ઇન્ચાર્જ તરીકે ડિજિટલ પ્લેટફોર્મ પર પાર્ટીને મજબૂત બનાવવામાં સિંહફાળો આપ્યો.
દેવગઢબારિયા યુવા મોરચાના ગ્રામ્ય મંડળના પ્રમુખ તરીકે કમલેશભાઈ પટેલના નામની જાહેરાત થતાં જ તેમના સમર્થકો અને ભાજપના પાયાના કાર્યકર્તાઓમાં ખુશીની લહેર દોડી ગઈ હતી. સોશિયલ મીડિયાથી લઈને રૂબરૂ મળીને પાર્ટીના હોદ્દેદારો, વરિષ્ઠ નેતાઓ અને શુભેચ્છકો દ્વારા તેમને નવી ઇનિંગ માટે ફૂલહાર અને મીઠાઈ ખવડાવીને જોરદાર શુભેચ્છાઓ પાઠવવામાં આવી રહી છે.
આગામી દિવસોમાં કમલેશભાઈના નેતૃત્વમાં દેવગઢબારિયા ગ્રામ્ય વિસ્તારમાં યુવા સંગઠન વધુ મજબૂત અને વેગવંતું બનશે તેવો વિશ્વાસ પક્ષના મોવડી મંડળે વ્યક્ત કર્યો છે.
