Sunday, 09/02/2025
Dark Mode

ઝાલોદ તાલુકાના લીમડીમાં ઇમરજન્સી 108 એમ્બ્યુલન્સ સેવા વિધાર્થીની માટે સંકટમોચક બનીને આવી…

March 23, 2023
        768
ઝાલોદ તાલુકાના લીમડીમાં ઇમરજન્સી 108 એમ્બ્યુલન્સ સેવા વિધાર્થીની માટે સંકટમોચક બનીને આવી…

 રાજેશ વસાવે :- દાહોદ

ઝાલોદ તાલુકાના લીમડીમાં ઇમરજન્સી 108 એમ્બ્યુલન્સ સેવા વિધાર્થીની માટે સંકટમોચક બનીને આવી…

 લીમડી પરીક્ષા કેન્દ્રમાં વિદ્યાર્થીનીની તબિયત બગાડતા 108 એમ્બ્યુલન્સ સેવાની મદદથી પ્રાથમિક સારવાર મેળવી વિદ્યાર્થીની પુનઃ પરીક્ષામાં જોડાઈ

દાહોદ તા.23

ઝાલોદ તાલુકાના લીમડીમાં ઇમરજન્સી 108 એમ્બ્યુલન્સ સેવા વિધાર્થીની માટે સંકટમોચક બનીને આવી...

paid pramotion 

|| ચાલો ચાલો ક્રિકેટ ટ્રેનિંગ 2023માં ||

આપના બાળકને ઉનાળા વેકેશન દરમિયાન ક્રિકેટની ટ્રેનીંગ માટે મોકલો.. પહેલી એપ્રિલથી contact ajay pal 7046568161

ઝાલોદ તાલુકાના લીમડી મુકામે બોર્ડની પરીક્ષા દરમિયાન પરીક્ષા આપી રહેલા એક વિદ્યાર્થીનીને ઓચિંતુ પેટમાં અસહ્ય દુખાવો ઉપડતા તેની પરિસ્થિતિ બગડવા પામી હતી.જોકે પરીક્ષા સંચાલક દ્વારા તાબડતોડ 108 ઇમજન્સીને જાણ કરાતા 108 ઈમરજન્સી સેવાના કર્મચારીઓએ તાબડતોડ પરીક્ષા કેન્દ્ર ખાતે આવી પહોંચી વિદ્યાર્થીનીને chc ખાતે લઇ જઈ પ્રાથમિક સારવાર આપતા વિદ્યાર્થીનીની તબિયત સામાન્ય થતા તેને પુનઃ પરીક્ષા આપી હતી

 

 ઝાલોદ તાલુકાના લીમડી બી.પી અગ્રવાલ હાઇસ્કુલમાં ધોરણ 12 બોર્ડની પરીક્ષાઓ આજરોજ ચાલુ હતી.જેમાં ચાલુ પરીક્ષા દરમિયાન પરીક્ષા આપી રહેલી સુશીલાબેન કલસિંગભાઈ ડામોરને પેટમાં અસહ્ય દુખાવો ઉપાડતા તે વિદ્યાર્થીની પરીક્ષા કેન્દ્ર માજ અર્ધજાગૃત અવસ્થામાં પહોંચી ગઈ હતી.જે બાદ પરીક્ષા કેન્દ્રના સુપરવાઇઝર અને પરીક્ષા કેન્દ્રના ઇન્ચાર્જ શિક્ષક એસ.એમ.પટેલે તાબડતોડ 108 એમ્બ્યુલન્સને જાણ કરતા ઇમરજન્સી 108 એમ્બ્યુલન્સમાં લીમડી ખાતે ફરજ બજાવતા ઇ એમ.ટી વિજયસિંહ ભુરીયા અને પાયલોટ અનિલભાઈ બારીયા એમ્બ્યુલન્સ લઈને પરીક્ષા ખાતે આવી ગયા હતા.અને વિદ્યાર્થીનીને લીમડી સીએસસી ખાતે લઈ જવામાં આવી હતી.જ્યાં પ્રાથમિક સારવાર દરમિયાન વિદ્યાર્થીનીની પરિસ્થિતિ સામાન્ય થતા પરીક્ષા કેન્દ્ર ખાતે પરત મોકલી દીધી હતી.આમ પરીક્ષા આપવા આવેલી બાળકીને સમયસર સારવાર મળી જતા તેની પરીક્ષા બગડી નહોતી આમ ચાલુ પરીક્ષા દરમિયાન બીમાર પડેલી વિદ્યાર્થીનીની માટે સંકટ મોચક બનીને આવેલી 108 એમ્બ્યુલન્સ પુનઃ એક વાર અંધા કામગીરી નું ઉત્કૃષ્ટ ઉદાહરણ પૂરું પાડ્યું હતું

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error: Content is protected !!