Wednesday, 04/12/2024
Dark Mode

સીંગવડમાં વિદ્યાર્થી અકસ્માતમાં ઇજાગ્રસ્ત થતા DEO એ માત્ર બે કલાકમાં રાઇટરની મંજૂરી આપી:વિદ્યાર્થીનું વર્ષ બચી ગયું.

March 23, 2023
        527

દાહોદ તા.૨૩

સીંગવડમાં વિદ્યાર્થી અકસ્માતમાં ઇજાગ્રસ્ત થતા DEO એ માત્ર બે કલાકમાં રાઇટરની મંજૂરી આપી:વિદ્યાર્થીનું વર્ષ બચી ગયું.

paid pramotion 

|| ચાલો ચાલો ક્રિકેટ ટ્રેનિંગ 2023માં ||

આપના બાળકને ઉનાળા વેકેશન દરમિયાન ક્રિકેટની ટ્રેનીંગ માટે મોકલો.. પહેલી એપ્રિલથી contact ajay pal 7046568161

દાહોદ જિલ્લાના સીંગવડ નગરમાં રહેતો અને લીમખેડાની હાઈસ્કુલમાં ધોરણ ૧૨ સાયન્સમાં અભ્યાસ કરતો એક વિદ્યાર્થી ગતરોજ ટ્યુશનથી ઘરે આવતી વેળાએ વિદ્યાર્થીને માર્ગ અકસ્માત નડતાં તેને શરીરે, હાથે પગે ઈજાઓ પહોંચી હતી. ઈજાગ્રસ્ત વિદ્યાર્થી પરીક્ષા આપવા થયેલી ઈજાઓને કારણે પરીક્ષા આપી શકે તેમ ન હતો ત્યારે હાલ બોર્ડની પરીક્ષા ચાલતી હોય અને આવા સમયે આ વિદ્યાર્થીને અકસ્માત નડ્યો હોવાના સમાચાર દાહોદ જિલ્લા શિક્ષણાધિકારી મયુર પારેખને થતાં આજરોજ આ વિદ્યાર્થીનું ધોરણ ૧૨નું સાયન્સના પેપરમાં વિદ્યાર્થીનું

સીંગવડમાં વિદ્યાર્થી અકસ્માતમાં ઇજાગ્રસ્ત થતા DEO એ માત્ર બે કલાકમાં રાઇટરની મંજૂરી આપી:વિદ્યાર્થીનું વર્ષ બચી ગયું.

આખુ વર્ષ અને ભવિષ્ય ન બગડે તેવા ઉમદા હેતસર જિલ્લા શિક્ષણાધિકારી દ્વારા વિદ્યાર્થીને પરીક્ષા આપવા માટે એક રાઈટરની મંજુરી આપી શિક્ષણ જગતમાં ઉમદુ ઉદાહરણ પુરૂં પાડ્યું હતું.

દાહોદ જિલ્લાના સીંગવડ નગરમાં આવેલ જી.એલ. શેઠ હાઈસ્કૂલના વિદ્યાર્થી ભુરીયા શિવરાજભાઈ કાલીદાસ નુતન હાઇસ્કુલ, લીમખેડા ખાતે ધોરણ – ૧૨ વિજ્ઞાન પ્રવાહની પરીક્ષા આપી રહ્યા હતા જેઓને તારીખ ૨૨મી માર્ચના રોજ ટ્યુશનથી ઘરે જતા શિવરાજભાઈને માર્ગ અકસ્માત નડ્યો હતો અને શિવરાજને બંને હાથ તથા ખભાના ભાગે ઇજાઓ થઈ હતી અને તેઓને આજરોજ ધોરણ – ૧૨ વિજ્ઞાન પ્રવાહના અંગ્રેજી વિષયની પરીક્ષા આપવાની હતી અને આ વિદ્યાર્થીની જાણ જિલ્લા શિક્ષણાધિકારી મયુર પારેખને આજરોજ ૧૧.૩૦ કલાકે થતા તેઓએ તાત્કાલિક આ વિદ્યાર્થી પરીક્ષા આપી શકે અને તેનું વર્ષ ના બગડે તે માટે માનવતાના ધોરણે ધોરણ – ૧૧ માં અભ્યાસ કરતા વિદ્યાર્થિની રાઈટર તરીકેની મંજૂરી આપી વ્યવસ્થા કરી આપી હતી અને આમ ભુરીયા શિવરાજે આજરોજ પરીક્ષા આપી હતી. આ તબક્કે વિદ્યાર્થીના વાલીએ જિલ્લા શિક્ષણ અધિકારી મયુર પારેખ તથા સ્થળ સંચાલક એસપી પરમારનો આભાર વ્યક્ત કરી આંનદ વ્યક્ત કર્યો હતો.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error: Content is protected !!