Saturday, 20/04/2024
Dark Mode

લીમખેડા તાલુકાના ખીરખાઈમાં ચૂંટણીની અદાવતે હારેલા ઉમેદવારના મહિલા સહીત 150 ના સશસ્ત્ર ટોળાએ મકાનમાં તોડફોડ કરી આગ ચાંપી…

December 22, 2021
        2919
લીમખેડા તાલુકાના ખીરખાઈમાં ચૂંટણીની અદાવતે હારેલા ઉમેદવારના મહિલા સહીત 150 ના સશસ્ત્ર ટોળાએ મકાનમાં તોડફોડ કરી આગ ચાંપી…

જીગ્નેશ બારીયા દાહોદ 

લીમખેડા તાલુકાના ખીરખાઈમાં ચૂંટણીની અદાવતે હારેલા ઉમેદવારના મહિલા સહીત 150 ના સશસ્ત્ર ટોળાએ મકાનમાં તોડફોડ કરી આગ ચાંપી  

 ચૂંટણીની અદાવતમાં હિંસા પર ઉતરેલા સશસ્ત્ર ટોળાએ મુંગા પશુઓને પણ ન છોડ્યા..

દાહોદ તા.૨૨

દાહોદ જિલ્લાના લીમખેડા તાલુકાના ખીરખાઈ ગામે ગ્રામ પંચાયતની ચુંટણીમાં હારી જતાં હારેલા ઉમેદવારના મહિલા સહિત ૧૫૦ ઈસમોના સશ્ત્ર ટોળાએ એકસંપ થઈ ગેરકાયદે મંડળી બનાવી ગાયો ભેસોને માર મારી અને આગ ચંપી કરી ઘરમાં તોડફોડ કરી ભારે ધિંગાણું મચાવી રૂા. ૪ લાખનું નુકસાન પહોંચાડ્યાનું જાણવા મળે છે.

ગત તા.૨૧મી ડિસેમ્બરના રોજ ખીરખાઈ ગામે રહેતાં ચંદુભાઈ અમરાભાઈ કટારા, મુકેશભાઈ ચંદુભાઈ કટારા સહિત તેમની સાથે મહિલા સહિત ૧૫૦ ઈસમોના ટોળાએ પોતાનો ઉમેદવાર ગ્રામ પંચાયતની ચુંટણીમાં હારી જતાં તેની અદાવત રાખી પુર્વ આયોજીત કાવતરૂં રચી ગામમાં રહેતાં પોપટભાઈ રાજુભાઈ ડામોરના ઘર તરફ આવી પોતાની સાથે તલવાર, ધારીયા, તીરકામઠા, કારબામાં પેટ્રોલ વિગેરે જેવા મારક હથિયારો સાથે લાવી બેફામ ગાળો બોલતાં હતાં અને એકદમ ઉશ્કેરાઈ જઈ ઘર તરફ આગ ચંપી કરી, ગાય, ભેસને માર મારી, ઘરમાં પણ તોડફોડ કરી રૂા. ૪ લાખનું નુકસાન પહોંચાડ્યું હતું.

આ સંબંધે પોપટભાઈ રાજુભાઈ ડામોરે લીમખેડા પોલીસ મથકે ફરિયાદ નોંધાવતાં પોલીસે ગુનો નોંધી આગળની કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.

————————————

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error: Content is protected !!