બાબુ સોલંકી :- સુખસર
*આંતરરાષ્ટ્રીય યોગ દિવસ નિમિત્તે દાહોદ જિલ્લામાં વિવિધ જગ્યાએ યોગ દિવસની ઉજવણી કરાઇ*
*દાહોદ જિલ્લામાં 13 જેટલા સ્થાન ઉપર 10,137 જેટલા લોકોએ યોગ દિવસની ઉજવણીમાં ભાગ લીધો*
સુખસર,તા.21

21 જૂન એટલે આંતરરાષ્ટ્રીય યોગ દિવસ આ દિવસની ઉજવણી દેશ અને દુનિયામાં ખૂબ જ ધામધૂમથી કરવામાં આવે છે.લોકો દિલથી મનથી આ કાર્યક્રમમાં જોડાય હતા.જેના ભાગરૂપે દાહોદ જિલ્લામાં પણ અલગ અલગ સ્થળોએ ઉજવણી કરવામાં આવી હતી.જેમાં દાહોદ શહેરમાં 2255,દાહોદ ગ્રામ્યમાં 77, દેવગઢબારિયા 530, ઝાલોદ શહેર 525, ઝાલોદ ગ્રામ્ય 435, સુખસર 800, લીમડી 540, ગરબાડા 1270, ધાનપુર 310, સિંગવડ 900, ફતેપુરા 1140, લીમખેડા 775 મળી કુલ 10,137 જેટલા લોકોએ જિલ્લાના અલગ અલગ 13 જેટલા સ્થાન ઉપર યોગ દિવસની કરવામાં આવી હતી.

આ કાર્યક્રમમાં પદાધિકારી ગણ ,અધિકારીગણ, કર્મચારીઓ ,આરોગ્ય વિભાગ ,સુરક્ષા વિભાગ, વિદ્યાર્થીઓ , ગુરુઓ,વડીલો ,યુવાનો ,ભાઈઓ અને બહેનોએ યોગ કરીને ધન્યતા અનુભવી હતી.13 જેટલા સ્થાન ઉપર ગુજરાત રાજ્ય યોગ બોર્ડના ખુબ જ ઉર્જાવાન ચેરમેન આદરણીય પ્રેરણાસ્ત્રોત બધાનાં માર્ગદર્શક યોગ સેવક શિશપાલજી અને ઝોન કો- ઓર્ડીનેટર શ્રીમતી પિન્કીબેનનાં માર્ગદર્શન મુજબ દાહોદ જિલ્લાના 2 જિલ્લા યોગ કોર્ડીનેટર,15 જેટલા યોગકોચ અને 75 યોગ ટ્રેનરો દ્વારા કોમન યોગા પ્રોટોકોલ બુક મુજબ ખૂબ સારી રીતે યોગ કરાવવામાં આવ્યા હતા.

જેનાથી પ્રેરાઇને દરેક તાલુકામાંથી મોટી સંખ્યામાં ભાઇ- બહેનો યોગ ટ્રેનર બનવા માટે તૈયાર થયાં હતાં.સાથે યોગ એટલે શું?યોગ કેમ કરવો જરૂરી છે?યોગથી થતા ફાયદા બાબતે ઉદાહરણો અને દ્રષ્ટાંતો દ્વારા ખુબ સરસ માહિતી આપવામાં આવી હતી.રજાનો દિવસ હોવા છતાં પણ લોકોએ સ્વયંભૂ યોગ દિવસની ઉજવણી કાર્યક્રમમાં ભાગ લીધો હતો.
