Friday, 19/04/2024
Dark Mode

લીમખેડા તાલુકામાં હડક નદીના પુલ પાસે નિષ્ઠુર જનેતાએ પોતાનું પાપ છુપાવવા નવજાત શિશુને ત્યજી દેતા ચકચાર

October 29, 2021
        1444
લીમખેડા તાલુકામાં હડક નદીના પુલ પાસે નિષ્ઠુર જનેતાએ પોતાનું પાપ છુપાવવા નવજાત શિશુને ત્યજી દેતા ચકચાર

જીગ્નેશ બારીયા/રાજેશ વસાવે :- દાહોદ 

લીમખેડા તાલુકામાં હડક નદીના પુલ પાસે નિષ્ઠુર જનેતાએ પોતાનું પાપ છુપાવવા નવજાત શિશુને ત્યજી દેતા ચકચાર

દાહોદ તા.૨૯

 દા હોદ જિલ્લાના લીમખેડા તાલુકામાં આવેલ હડફ નદીના પુલ પાસે કોઈ અજાણી સ્ત્રી દ્વારા પોતાનું પાપ છુપાવવા માટે નવજાત શીશુને ત્યજી દેતાં આ અંગેની જાણ સ્થાનીકોને થતાં પોલીસને જાણ કરવામાં આવી હતી અને પોલીસ દ્વારા બાળકીનો કબજાે લઈ અજાણી વ્યક્તિ સામે ગુનો નોંધી તપાસ હાથ ધરી છે.

 ગત તા.૨૮મી ઓક્ટોમ્બરના રોજ લીમખેડા તાલુકામાં આવેલ હડફ નદીના પુલ પાસે કોઈ અજાણી સ્ત્રી દ્વારા પોતાનું પાપ છુપાવવા માટે નવજાત શીશુનો નિકાલ કરવાને ઈરાદે શીશુને હડફ નદીના પુલ પાસે ત્યજી દઈ ફરાર થઈ ગયાં હતાં. વહેલી સવારના નવ વાગ્યાના આસપાસ ત્યાંથી પસાર થઈ રહેલ ગામના સરપંચ મહેશભાઈ ઝવરાભાઈ પટેલને આ અંગેની જાણ થતાં તેઓ અને ગ્રામજનો સ્થળ પર ઉમટી પડ્યાં હતાં અને તાત્કાલિક આ અંગે સ્થાનીક પોલીસને જાણ કરાતાં પોલીસ પણ દોડી આવી હતી. પોલીસે નવજાત શીશુનો કબજાે લઈ આ મામલે સરપંચ મહેશભાઈ ઝવરાભાઈ પટેલે રણધીકપુર પોલીસ મથકે ફરિયાદ નોંધાવતાં પોલીસે ગુનો નોંધી આગળની કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.

————————————

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error: Content is protected !!