Wednesday, 24/04/2024
Dark Mode

બલૈયા ખાતે નિવૃત્ત શિક્ષકોનો સન્માન શૈક્ષણિક અધિવેશન અને રક્તદાન શિબિરના કાર્યક્રમ યોજાયો.

October 28, 2021
        3928
બલૈયા ખાતે નિવૃત્ત શિક્ષકોનો સન્માન શૈક્ષણિક અધિવેશન અને રક્તદાન શિબિરના કાર્યક્રમ યોજાયો.

પ્રાથમિક શિક્ષકો મારું હૃદય અને મારો મગજ છે: દંડક રમેશભાઈ કટારા.

બલૈયા ખાતે નિવૃત્ત શિક્ષકોનો સન્માન શૈક્ષણિક અધિવેશન અને રક્તદાન શિબિરના કાર્યક્રમ યોજાયો.

શિક્ષણ મંત્રી કુબેરભાઈ ડીડોર પણ ઉપસ્થિત રહ્યા હતા.

( પ્રતિનિધિ ) સુખસર,તા.28

ફતેપુરા તાલુકાના બલૈયા ખાતે તાલુકા પ્રાથમિક શિક્ષક સંઘ દ્વારા નિવૃત્ત શિક્ષકોનો સન્માન સમારંભ શૈક્ષણિક અધિવેશન અને રક્તદાન શિબિરનું આયોજન કરાયું હતું.જેમાં ઉચ્ચ શિક્ષણ મંત્રી કુબેરભાઈ ડીંડોર, ગુજરાત સરકારના દંડક રમેશભાઈ કટારા,જિલ્લા પંચાયત પ્રમુખ શીતલકુમારી વાઘેલા સહિત રાજ્ય ઘટક સંઘના હોદ્દેદારો જિલ્લા તાલુકા ના હોદ્દેદારો સહિત અનેક મહાનુભાવો ઉપસ્થિત રહ્યા હતા 150 જેટલી બોટલ રક્તદાન કરાયું હતું.

ફતેપુરા તાલુકાના બલૈયા ખાતે ગુરૂવારના રોજ તાલુકા શિક્ષક સંઘ અને ટીચર સોસાયટીના સંયુક્ત ઉપક્રમે રક્તદાન શિબિર નિવૃત્ત શિક્ષકોનો સન્માન સમારંભ અને શૈક્ષણિક અધિવેશનના કાર્યક્રમનું આયોજન કરાયું હતું.જેમાં રાજ્ય સરકારના ઉચ્ચ શિક્ષણ વિભાગના મંત્રી કુબેરભાઈ

 

ડીડોર,ગુજરાત સરકારના દંડક રમેશભાઈ કટારા, જિલ્લા પંચાયત દાહોદના પ્રમુખ શીતલકુમારી વાઘેલા,શિક્ષણ સમિતિના ચેરમેન પ્રફુલભાઈ ડામોર, રાજ્ય ઘટકના પ્રમુખ દિગ્વિજયસિંહ જાડેજા,મહામંત્રી સતીશ પટેલ સહિત જિલ્લા અને તાલુકા સંઘના હોદ્દેદારો ટીચર સોસાયટીના હોદ્દેદારો સહિત મોટી સંખ્યામાં શિક્ષકો ઉપસ્થિત રહ્યા હતા.130 જેટલા નિવૃત શિક્ષકોનું મંચસ્થ મહાનુભાવો દ્વારા સન્માન કરવામાં આવ્યું હતું.તેમાં જ રક્તદાન શિબિરમાં 150 જેટલા રક્ત દાતાઓએ રક્તદાન કર્યું હતું. કાર્યક્રમમાં ગુજરાત સરકારના દંડક રમેશભાઈ કટારાએ જણાવ્યું હતુકે, શિક્ષકોના તમામ પ્રકારના પ્રશ્નોનો અમે નિરાકરણ લાવી શુ,અમે સરકારમાં જાણ કરીશું,વહેલી તકે સમસ્યાનો હલ થાય તેના માટે અમો કટીબધ્ધ છીએ,તમામ શિક્ષકો મારા ગુરુજનો છે,અને ગુરુજનોના આશીર્વાદ મને અને અમારી સરકાર,અમારા વડાપ્રધાનને મળતા રહે એવા આશીર્વાદ આપજો.શિક્ષકો મારું હૃદય છે,મારું મગજ છે. તેમજ જિલ્લા પંચાયત પ્રમુખ શીતલ કુમારી વાઘેલાએ પણ જણાવ્યું કે,જે માં નુ સ્તર ધરાવે તેને માસ્તર કહેવાય અને અને વૃદ્ધ શિક્ષકો નિવૃત નથી થયા તેમનો નવો જન્મ થયો છે.અને તેઓ સમાજ માટે અને પોતાના પરિવાર માટે સેવાકીય પ્રવૃતિઓ કરે તેવી શુભેચ્છા આપી હતી.શિક્ષણ મંત્રી કુબેર ડીંડોર એ પણ શિક્ષકોના સળગતા પ્રશ્નો,નિવૃત્ત શિક્ષકોના પ્રશ્નો વહેલી તકે હલ કરવા માટે બાંહેધરી આપી હતી.અને પ્રાસંગિક પ્રવચન કર્યું હતું.

બલૈયા ખાતે નિવૃત્ત શિક્ષકોનો સન્માન અને રક્તદાન શિબિર યોજાઇ હતી જે તસવીરમાં નજરે પડે છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error: Content is protected !!