સુમિત વણઝારા
લીમડી નગર માં દૂષિત પાણી માછણ નાળામાં છોડવામાં આવતા સ્થાનિકોમાં રોષ: ચીફ ઓફિસરને લેખિતમાં રજૂઆત.
ઝાલોદ તા.૨૮
લીમડી નગરની તમામ ગટરો, જાજરૂનું ગંદુ પાણી માંછણ નદીમાં છોડવામાં આવે છે સાઈ મંદીર પાસે મોટી ગટરો દ્વારા અને માંછણ નદી પુલ પાસે પણ પાઈપ દ્વારા ગંદુ પાણી નદીમાં છોડવામાં આવે છે, જેમાં સવારનાં સમયે નદીનાં કિનારે ઝાગ જોવા મળે છે.
લીમડી નગરની ગટરોનું ગંદુ પાણી માંછણ નદીમાં છોડાતા પાણી ગંદકી વાળુ થઇ જાય છે ઝાલોદ નગરની પ્રજા આ પાણીનો ઉપયોગ પીવામાં કરે છે આવું ગંદુ પાણી પીવાથી પાણી જન્ય અને ચામડીના રોગો થાય છે, જેથી ઝાલોદ નગરની હિતમાં માંછણ નદીમાં લીમડીની ગટરોનું ગંદુ પાણીના છોડાય તેવી અરજી ઝાલોદ નગર પાલિકાના ચીફ ઓફિસરને એક જાગૃત નાગરિક તરીકે ભરતભાઈ શ્રી માળી દ્વારા આપવામાં આવેલ છે.