સુમિત વણઝારા
લીમડી નગરમા બાઈક ચોર ટોળકીઓનો તરખાટ.
દાહોદ તા.ર૧
લીમડી નગરમા બાઈક ચોર ટોળકીઓનો તરખાટ દિન-પ્રતિદિન વધી રહ્યો છે. તેવા સમયે લીમડી નગરના દાહોદ રોડ પર આવેલ અનાજ માર્કેટ નજીક રોડની સાઈડમાં લોક મારીને પાર્ક કરેલ મોટર સાયકલ બાઈક ચોર ટોળકી ધોળે દહાડે ચોરીને લઈ ગયાનું જાણવા મળ્યું છે.
પ્રાપ્ત વિગત અનુસાર ઝાલોદ તાલુકાના મલવાસી ગામના નિશાળ ફળીયામાં રહેતા ચીમનભાઈ સમસુભાઈ ડામોર ગત તા. ર૦.૧૧.ર૦ર૧ના રોજ બપોરના સમયે પોતાની જીજે ર૦ એફ ૭ર૪ર નંબરની રૂપિયા ૧પ૦૦૦ની કિંમતની મોટર સાયકલ લઈ લીમડી ગામે કામ અર્થે આવ્યા હતા અને સાંજના ચારેક વાગ્યાના સુમારે પોતાની મોટર સાયકલ દાહોદ રોડ પર આવેલ અનાજ માર્કેટ નજીક રોડની સાઈડમાં લોક મારી પાર્ક કરી અનાજ માર્કેટમા ગયા હતા અને થોડી વાર બાદ પરત બહાર આવ્યા હતા. આ સમયગાળા દરમ્યાન કોઈ બાઈક ચોર પોતાનો કસબ અજમાવી અનાજ માર્કેટ નજીક રોડની સાઈડમાં પાર્ક કરેલ ચીમનભાઈ સમસુભાઈ ડામોરની મોટર સાયકલ ચોરીને લઈ ગયો હતો.
આ સંબંધે મલવાસી ગામના નિશાળ ફળીયામા રહેતા મોટર સાયકલ માલીક ચીમનભાઈ સમસુભાઈ ડામોરે નોંધાવેલ ફરીયાદના આધારે લીમડી પોલીસે ચોરીનો ગુનો નોંધી આગળની કાર્યવાહી હાથ ધરી છે.