યાસીન ભાભોર ફતેપુરા
ફતેપુરા ઝાલોદ બાયપાસ રોડ પર રણછોડરાયજી રેસીડેન્સીમાં ઢાંકણા વગરના ભૂગર્ભ ટાંકા પશુઓ તેમજ બાળકો માટે જોખમી બન્યા..
ફતેપુરા તા.18
ફતેપુરા ઝાલોદ બાયપાસ રોડ પર આવેલ રણછોડરાયજી રેસીડેન્સીમાં ઓટલા ઉપર બનાવવામાં આવેલા ઢાંકણા વગરના ભૂગર્ભ ટાકા પશુઓ અને બાળકો માટે જોખમી બન્યા છે.
ફતેપુરા તાલુકાના મુખ્ય મથક ફતેપુરા ખાતે ઝાલોદ બાયપાસ રોડ પર રણછોડ રાયજી રેસીડેન્સી આવેલી છે. જ્યાં આ રેસીડેન્સીમાં પ્રવેશતા પ્રથમ અને ત્રીજા નંબરના મકાનમાં ઓટલા ઉપર બનાવવામાં આવેલા પાણીનો સંગ્રહ કરવા માટે બનાવેલા ટાંકા ઢાંકણા વગરના જોવા મળી રહ્યા છે.જેના પગલે આ ટાંકાઓમાં પશુઓ અને બાળકો પડી જવાનો ભય સેવાઈ રહ્યો છે ત્યારે આ રણછોડરાયજી રેસીડેન્સીના માલિક દ્વારા આ ટાંકા ઉપર તાત્કાલિક ઢાંકણા બેસાડવામાં આવે તે ખૂબ જ જરૂરી છે.