
યાસીન ભાભોર :- ફતેપુરા
ફતેપુરા નગરના સરકારી હોસ્પિટલના કમ્પાઉન્ડમાં હાડકા પડેલા જોવા મળતા આશ્ચર્ય સર્જાયું
ફતેપુરા તા.18
ફતેપુરા તાલુકાના મુખ્ય મથક ફતેપુરા ખાતે રેફરલ હોસ્પિટલ અને સામૂહિક આરોગ્ય કેન્દ્ર આવેલું છે.આ આરોગ્ય કેન્દ્રમાં પ્રવેશતા જ સરકારી હોસ્પિટલની મુખ્ય બિલ્ડીંગના સામેના ભાગે આવેલી જૂની બિલ્ડીંગ ની આગળ હાડકા પડેલા જોવા મળતા આશ્ચર્ય સર્જાયું છે..
આ હાડકા અહીં કઈ રીતે આવ્યા તે મહત્વનું નથી પરંતુ સરકારી હોસ્પિટલના સત્તાધિશો દ્વારા કમ્પાઉન્ડ ખાતે બેદરકારી દાખવીને સાફ સફાઈ કરવામાં આવતી ન હોવાનું જણાઈ આવે છે.આ હાડકા છે તેની બાજુમાં જ દર્દીઓ અને તેમના સગા વહાલા માટે પીવાની પાણીની વ્યવસ્થા કરવામાં આવેલી છે. ત્યારે આ સરકારી હોસ્પિટલના સત્તાધીશો દ્વારા કમ્પાઉન્ડની સાફ-સફાઈ કરાવીને આ હડકા દૂર કરવામાં આવે તે ખૂબ જ જરૂરી છે