Thursday, 19/05/2022
Dark Mode

ફતેપુરા તાલુકાના મારગાળામાં આશરે ૨૫ વર્ષીય યુવાનની ગળે ફાંસો ખાધેલી હાલતમાં લાશ મળી આવી:હત્યા કે આત્મહત્યા? ઘુંટાતું રહસ્ય.

April 9, 2022
        722
ફતેપુરા તાલુકાના મારગાળામાં આશરે ૨૫ વર્ષીય યુવાનની ગળે ફાંસો ખાધેલી હાલતમાં લાશ મળી આવી:હત્યા કે આત્મહત્યા? ઘુંટાતું રહસ્ય.

 બાબુ સોલંકી :-  સુખસર

તેપુરા તાલુકાના મારગાળામાં આશરે ૨૫ વર્ષીય યુવાનની ગળે ફાંસો ખાધેલી હાલતમાં લાશ મળી આવી:હત્યા કે આત્મહત્યા? ઘુંટાતું રહસ્ય.

મૃતક યુવાનને પાડોશીની પત્ની સાથે આડો સંબંધ હોવા બાબતે શક રાખી યુવતીના પતિએ ગતરોજ લાકડી મારતા હાથે ફ્રેક્ચર થયું હતું.

આજરોજ સવારના ગળે ફાંસો ખાધેલી હાલતમાં યુવાનની શંકાસ્પદ હાલતમાં પોતાના મકાન માંથી લાશ મળતા હાહાકાર મચ્યો.

( પ્રતિનિધિ ) સુખસર,તા.09

ફતેપુરા તાલુકાના સુખસર પંથકમાં શંકાસ્પદ મોતના બનાવોમાં વધારો થતો જઈ રહ્યો છે.છેલ્લા દસેક વર્ષમાં પાંચેક ડઝન જેટલા શંકાસ્પદ મોતના બનાવો બની ચૂકેલા છે. જેમાંથી મોટાભાગના બનાવો ઉપર પડદો પડી ગયેલો છે.જેમાં વધુ એક બનાવ ગતરાત્રીના મારગાળા ગામના લીમઘાટી ફળિયાના આશરે ૨૫ વર્ષીય યુવાનની લાશ પોતાના મકાનમાં ગળે ફાંસો ખાધેલી શંકાસ્પદ હાલતમાં મળી આવતા પરિવાર સહિત ગામમાં હાહાકાર મચી જવા પામ્યો છે. સુખસર પોલીસે ઘટના સ્થળે જઇ પંચકેસ બાદ લાશને સુખસર સરકારી દવાખાનામાં પોસ્ટમોર્ટમ અર્થે મોકલવામાં આવી હોવાનું જાણવા મળે છે.

     જાણવા મળેલી વિગતો મુજબ મારગાળા ગામના લીમધાટી ફળિયામાં રહેતા હીરાભાઈ ભાભોરને ચાર પુત્રો છે.જેમાં ચોથા નંબરનો પુત્ર નામે ભરત ભાઈ હીરાભાઈ ભાભોર ઉંમર વર્ષ આશરે 25 નો ખેતીવાડી તથા છૂટક કામ ધંધો કરી પોતાનું ગુજરાન ચલાવતો હતો.તેમજ તેના ત્રણ મોટા ભાઇ બહારગામ મજૂરી અર્થે ગયેલા હતા.જ્યારે ઘરે મૃતક ભરતભાઇ તથા તેની વૃદ્ધ માતા હતા.તેવા સમયે ગત રોજ સાંજના પાંચેક વાગ્યાના અરસામાં પાડોશમાં રહેતા શુક્રમ ભુંડાભાઈ સંગાડાએ આવી ભરતભાઈને જણાવેલ કે,મારી પત્ની પાસેથી તારો મોબાઇલ મળ્યો છે તેમ જણાવી લાકડીનો ફટકો મારતા ડાબા હાથે કાંડામાં ફેક્ચર થવા પામ્યું હતું.જેની સારવાર કરાવી ભરતભાઈ પરત ઘરે આવ્યો હતો.અને પોતાના ઘરમાં ઊંઘી ગયો હતો. ત્યાર બાદ આજરોજ સવારના છ વાગ્યાના અરસામાં વૃદ્ધ માતાએ જાગી જોતા ભરતભાઈ ભાભોર મકાનની વળી સાથે દોરડું બાંધી ગળે ફાંસો ખાધેલ હાલતમાં જોવા મળતા વૃદ્ધ માતાએ આસપાસના લોકોને વાત કરતા પાડોશીઓ દોડી આવ્યા હતા.ત્યારે ભરતભાઈ પ્રાણપંખેરું ઊડી ગયેલ નજરે પડતા તેની જાણ સુખસર પોલીસ સ્ટેશનમાં કરવામાં આવી હતી. પોલીસે ઘટના સ્થળે જઇ પંચનામાં બાદ લાશનો કબજો મેળવી લાશને સુખસર સરકારી દવાખાનામાં મોકલી આપવામાં આવી હોવાનું જાણવા મળે છે. જોકે ભરતભાઈનું મોત નીપજયું હોવાની વાત જાણતા શુક્રમ ભૂંડાભાઈ સંગાડના પરિવારના સભ્યો ફરાર થઈ જવા પામેલ હોવાનું પણ જાણવા મળે છે.

  અત્રે નોંધનીય બાબત છે કે,મૃતક ભરતભાઈ હીરાભાઈ ભાભોરે પોતાના મકાનમાં ગળે ફાંસો ખાધેલી હાલતમાં મળી આવે છે.પરંતુ શંકા તો ત્યાં જાય છે કે,ભરતભાઈએ જે મકાનની વળી ને દોરડું બાંધી ફાંસો ખાધેલ જોવા મળે છે તેનાથી જમીન ૬થી ૭ ફૂટ જેટલી છે. જ્યારે ગળે ફાંસો ખાધો ત્યારે ભરતભાઈના પગ જમીન સાથે સ્પર્શલા હતા.અને ઢીચણ માંથી પગ વળી પણ ગયેલા હતા.જ્યારે બીજી બાજુ જોતા દોરડું બાંધવા જે ખુશી નો ઉપયોગ કરવામાં આવ્યો છે તે ખુરશીના ટેકા ઉપર મૃતક ભરતભાઈ બેઠેલો હોય તેમ જણાય છે.જ્યારે આસપાસની ચીજવસ્તુઓ પણ સહી સલામત જોવા મળે છે.ત્યારે ગળે ફાંસો ખાધા બાદ મરણ જતા પહેલા મૃતક યુવાને જરા પણ હલચલ કરી નહીં હોવાનું નજરે જોતા સ્પષ્ટ રીતે જણાઈ આવ્યું હતું.ત્યારે આ બનાવ હત્યાનો છે કે આત્મહત્યા?તે પોલીસ તપાસનો વિષય બની રહે છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error: Content is protected !!
AllEscort