
રાજેશ વસાવે :- દાહોદ
દાહોદ:આર એન્ડ એલ પંડ્યા હાઇસ્કૂલ નુ ગૌરવ દાહોદની ઝાયડસ મેડીકલ કોલેજમાં એડમિશન ………..
દાહોદ તા.08
દાહોદ અનાજ મહાજન સાર્વજનિક એજયુકેશન સોસાયટી સંચાલિત આર એન્ડ એલ પંડ્યા હાઇસ્કૂલ અને શ્રીમતી એસ એમ કુંદાવાલા હાયર સેકન્ડરી સ્કુલ દાહોદ કુ મિતાલિ ભાગચંદ લાલવાણી માર્ચ ૨૦૨૧.એ વન ગ્રેડ મેળવી ગુજરાતી માધ્યમમાં જિલ્લામાં પ્રથમ સ્થાન પ્રાપ્ત થયું હતું આ ઉપરાંત મેડિકલ માટે નેશનલ એલીજીબીલીટી કમ અન્ટરેન્સ ટેસ્ટ માં ૪૫૪ મેળવી દાહોદ ખાતે ઝાયડસ મેડીકલ કોલેજમાં એડમિશન મેળવી શાળા, સંસ્થા, શહેર અને જિલ્લાનું નામ રોશન કરેલ છે તે બદલ શાળાના ઈન્ચાર્જ આચાર્ય શ્રી આર.એસ.પટેલ સાહેબ, વિજ્ઞાન પ્રવાહના શિક્ષક મિત્રો કે ડી લીમ્બાચીયા ,ઉમંગ દરજી એમ કે ફળદુ ,શાળાના કન્વીનર અસગરીભાઈ મખરીયા સંસ્થાના માનદમંત્રી અંજલીબેન દેસાઈ તેમજ સમગ્ર સ્ટાફ મિત્રોએ શાળા પરિવાર વતી ખૂબ ખૂબ અભિનંદન પાઠવી અને ઉતરોત્તર ખૂબ પ્રગતિ કરે તેવી શુભેચ્છા પાઠવી હતી.