
રામનવમી પર દાહોદ નગરમાં ભવ્ય આયોજન આખું નગર બનશે રામમય
દાહોદ તા.09
સનાતન ધર્મના આરાધ્ય દેવતા ભગવાન શ્રીરામના જન્મોત્સવ પર્વ એટલે રામ નવમી પર સંપૂર્ણ દાહોદ મા ઉત્સવ જેવુ એનોરો આનન્દ છૅ.
જન્મોત્સવના સમયે નગરના બદ્ધ મંદિરો મા બપોરે 12 વાગે ઘન્ટનાદ સાથે આરતીનું આયોજન થશે
ત્યાર પછી ઠક્કર ફળીયા મન્દિર થી સંપૂર્ણ નગરવાસીઓને દર્શન આપવા પ્રભુશ્રી રામ નગરચર્યા પર નીકળશે.સંસ્કાર સોશ્યલ ગ્રુપ શ્રી રામયાત્રા સેવા સમિતિ ને શહેર ના આલગ અલગ મંડળોના 250 થી બધારે યુવાનો આ નગરચર્યાની ભવ્ય શ્રીરામયાત્રા ના આયોજન માં લાગેલા છે.આખે આખા યાત્રા દરમ્યાન ને યાત્રા ના રસ્તાઓ પર અંદાજીત 15000થી વધારે રામભક્તો ભગવાન શ્રી રામ ના દર્શન કરશે.
આ રામયાત્રાના આયોજનમાં સંપૂર્ણ શહેર સજાવામાં આવ્યું છે.રામનવમી પર્વ પર બપોરે 3:30કલાકે ઠક્કર ફળીયા મન્દિર થી નીકળી યાત્રા બસ સ્ટેશન રોડ સ્વામી વિવેકાનંદ ચોક ચાર થાબલા સરસ્વતી સર્કલ થી પરત ફરી સ્વામી વિવેકાનંદ ચોક થી રેલવે સ્ટેશન રોડ થયી પરત નિજ મન્દિર પર સાંજે સાડા 7 વાગે મહાઆરતી થી સમાપન થશે ભગવાન ને મન્દિર માં વિરાજમાન કરવા માં આવશે.