
બાબુ સોલંકી સુખસર
ફતેપુરા તાલુકાના હડમતમાં હવસખોરે મિત્રની મદદ લઇ 26 વર્ષીય પરિણીતા જોડે બળાત્કાર ગુજાર્યો
પિયરમાંથી પગદંડી પરત ઘરે આવતા મકાઈના ખેતરમાં ખેંચી જઈ બળાત્કાર ગુજારી બળાત્કારી ફરાર:બે આરોપી વિરુદ્ધ ગુનો દાખલ કરાયો.
સુખસર,તા.08
ફતેપુરા તાલુકાના એક ગામડાની 26 વર્ષીય પરિણીતા પિયરમાં જઈ બપોરના સમયે પરત ઘરે આવતા હડમત ગામના નરાધમ દ્વારા પરિણીતાને મકાઈ વાળા ખેતરમાં ખેંચી લઈ જઈ બળાત્કાર ગુજારાતા બળાત્કારી સહિત મદદગારી કરનાર આરોપી વિરુદ્ધ સુખસર પોલીસમાં કાયદેસરનો ગુનો દાખલ કરવામાં આવ્યો હોવાનું જાણવા મળે છે.
પ્રાપ્ત વિગતો મુજબ ફતેપુરા તાલુકાના એક ગામની ગતરોજ 26 વર્ષીય પરિણીતા પિયરમાં જઈ પરત બપોરના 2:15 વાગ્યાના અરસામાં પગદંડી રસ્તાથી ઘરે આવી રહી હતી. તેવા સમયે હડમત ગામે મકાઈ વાળા ખેતરના સેઢા ઉપર નરેશભાઈ સોમાભાઈ ચારેલ બેઠેલો હતો.જેણે પરેશભાઈ રવજીભાઈ ચારેલ નાઓને ઈશારો કરી બોલાવતા પરેશ મકાઈના ખેતર માંથી બહાર આવ્યો હતો.અને પરેશે પરિણીતા સાથે ખેંચતાણ કરી બળજબરી પરણિત મહિલાને મકાઈ વાળા ખેતરમાં ખેંચી ગયો હતો. ખેતરમાં લઇ જઇ બંને હાથ પકડી મરજી વિરૃધ્ધ બળાત્કાર ગુજારતાં સમયે પરિણીતાનો પતિ આવી જતા રખેવાળી કરનાર નરેશ સોમા ચારેલે બૂમ પાડી જણાવેલ કે,પરિણીતાનો પતિ આવે છે.અહીંયા થી જગ્યા છોડી ભાગી જઇએ તેમ કહી પરેશ રવજી તથા નરેશ સોમા ચારેલ બંને જણા જગ્યા છોડી મકાઈ વાળા ખેતર તરફ ભાગી ગયેલ હતા.ત્યારબાદ પરિણીતાએ તેના પતિને હકીકતની જાણ કરતા ઉપરોક્ત બાબતે સુખસર પોલીસ સ્ટેશનમાં પરેશ રવજી ચારેલ તથા નરેશ સોમા ચારેલ બંને રહે હડમતના ઓની વિરુદ્ધમાં બળાત્કારનો ગુનો દાખલ કરી આગળની તપાસ હાથ ધરી હોવાનું જાણવા મળે છે.