
બાબુ સોલંકી :- ફતેપુરા
ફતેપુરા તાલુકાના પીપલારા ગામેથી પોલીસે ચોરેલી બાઈક સાથે એક ઈસમને ઝડપી જેલભેગો કર્યો..
પીપલારા ગામે કાકાના ઘરે લગ્નમાં ગયેલું યુવકની બાઈક ચોરી થયેલ હતી.
સુખસર,તા.19
ફતેપુરા તાલુકાના પીપલારા ગામે કાકાના ઘરે લગ્ન પ્રસંગમાં ગયેલ યુવકની ચોરાયેલી બાઈક સાથે મારગાળા ગામ મોટરસાયકલ ચોરને પોલીસ ચેકિંગ દરમિયાન પોકેટ કોપ ની મદદથી ફતેપુરા પોલીસે ઝડપી પાડયો હતો.
ફતેપુરા પીએસઆઇ સી.બી બંરડા,સ્ટાફના માણસો સાથે કરોડીયાપૂવૅ ગામે બાયપાસ રસ્તા પર વાહન ચેકિંગ માં હતા તે દરમિયાન એક ઈસમ બલૈયા ગામ તરફથી મોટરસાયકલ ઉપર શંકાસ્પદ હાલતમાં આવતા તેને રોકી પૂછપરછ કરતા તે ગલ્લાતલ્લા કરવા લાગ્યો હતો તેમજ હીરો હોન્ડા શપ્લેન્ડર પ્લસની નંબર પ્લેટ તોડી નાખેલી હોય શક જતા તેની પાસે મોટરસાયકલના કાગળ માંગતા તે નહી હોવાનું જણાવ્યું હતું જ્યારે આ મોટરસાયકલ પોતાની હોવાનું જણાવ્યું હતું.જેથી પોકેટ કોપ મોબાઇલમાં મોટરસાયકલના એન્જિન તથા ચેસીસ નંબર સર્ચ કરતા ગાડી નંબર જીજે.20 એઇ-9226 ની હોય જે આ મોટર સાયકલ ગઈ તારીખ 14 ફેબ્રુઆરીના રોજ પીપલારા ગામે કાકાના ઘરે લગ્નમાં ગયેલ યુવકની ચોરી થયેલ મોટરસાયકલ બાબતે તારીખ 15 ફેબ્રુઆરીના રોજ ગુનો દાખલ થયેલ હતો. ત્યારે આ ચોરી કરેલ મોટરસાયકલ વાહન ચેકિંગ દરમિયાન મારગાળા ગામના પ્રિતેશ ભાઈ રમેશભાઈ ભાભોર પાસેથી ચોરીની બાઈક સાથે ઝડપી પાડી આગળની કાર્યવાહી હાથ ધરી હોવાનું જાણવા મળે છે.