
શબ્બીરભાઈ સુનેલવાલ :- ફતેપુરા
ફતેપુરા તાલુકાના આસપુર ગામે નવીન ગ્રામ પંચાયત ગામની મધ્યમાં તળગામ ફળિયામાં બનાવવા માટેની રજૂઆત
ખાનગી માલિકીમાં પંચાયત ઘર બનાવવા માટેની થતી હલચલ માટેનો વિરોધ નોંધાવ્યો
ગામના છેવાડે આવેલો હોવાથી ગ્રામજનોને મુશ્કેલીનો સામનો કરવો પડે અને અગવડતા પડે તેમ છે:ગ્રામજનો દ્વારા લેખિતમાં તાલુકા વિકાસ અધિકારીને રજૂઆત કરી
ફતેપુરા તા.19
ફતેપુરા તાલુકાના સરસવા પૂર્વ ગ્રામ પંચાયતના વિભાજન થઇ ને નવીન આસપુર ગ્રામ પંચાયત અસ્તિત્વમાં આવતા આસપુર ગામ પંચાયત નું નવીન પંચાયત ઘર બનાવવાનો હોવાથી તાલુકા પંચાયત કચેરી ખાતે તલાટી કમ મંત્રી પાસે બાંધકામ માટે જમીન નક્કી કરવા બાબતે જરૂરી સ્થળપસંદગી કરી દરખાસ્ત મંગાવવામાં આવેલ હતી તે અનુસંધાને અમુને જાણવા મળેલ છે કે ખાનગી માલિકીની જમીનમાં ગ્રામ પંચાયત બનાવવા માટે સંમતિ આપેલ છે પરંતુ આ જમીન આસપુર ગામના છેવાડે આવેલ છે અને બચકારીયા પૂર્વ ગામના સીમાડે અડીને આવેલ છે જેથી ગ્રામજનો ને સરકારી કામકાજ અર્થે ગ્રામ પંચાયત કચેરી જવામાં અગવડ પડે તેમ હોય જેથી આસપુર તળગામફળિયા ગામની મધ્યમાં આવેલ છે જેમાં સમાજ ઘર બાજુમાં નવીન પંચાયત ઘર બનાવવા માટે અમારી માંગણી છે તળગામ ફળિયામાં આજુબાજુમાં પ્રાથમિક શાળા સમાજ ઘર આવેલ છે તેની બાજુમાં નવીન પંચાયત ઘર બનેતો ગ્રામજનોને અનુકૂળતા રહેશે જેથી બાંધકામ ની જગ્યા બદલી તળગામ ફળિયામાં નવીન પંચાયત ઘર બનાવવા માટે આસપુરના ગ્રામ પંચાયતના રહીશો દ્વારા તાલુકા પંચાયત કચેરી આવીને મદદનીશ તાલુકા વિકાસઅધિકારી શ્રી ગરાસિયા ને લેખિતમા રજૂઆત કરેલ છે