દાહોદમાં દેવગઢ બારીયાના રેબારી ગામ ખાતે પ્રાકૃતિક ખેતી અંગે તાલીમ અને જીવામૃત નિદર્શન કાર્યક્રમ યોજાયો*

Editor Dahod Live
1 Min Read

રાજેશ વસાવે :- દાહોદ 

*દાહોદમાં દેવગઢ બારીયાના રેબારી ગામ ખાતે પ્રાકૃતિક ખેતી અંગે તાલીમ અને જીવામૃત નિદર્શન કાર્યક્રમ યોજાયો*

દાહોદ, તા. 17 ઓગસ્ટ, 2026

દાહોદ જિલ્લાના દેવગઢ બારીયા તાલુકામાં આવેલ રેબારી ગામ ખાતે ખેડૂતોને પ્રાકૃતિક ખેતી તરફ પ્રોત્સાહિત કરવાના હેતુસર પ્રાકૃતિક ખેતી અંગે તાલીમ તથા જીવામૃત બનાવવાની પ્રાયોગિક નિદર્શન કામગીરી યોજવામાં આવી હતી. કાર્યક્રમ દરમિયાન ખેડૂતોને પ્રાકૃતિક ખેતીના વિવિધ પાસાઓ અંગે માર્ગદર્શન આપવામાં આવ્યું હતું. 

ખાસ કરીને જમીનની ફળદ્રુપતા જાળવવા, રાસાયણિક ખાતરો અને જંતુનાશકોનો ઓછો ઉપયોગ કરવા તેમજ સ્થાનિક સ્તરે ઉપલબ્ધ કુદરતી સંસાધનોનો ઉપયોગ કરીને ખેતી ખર્ચ ઘટાડવા અંગે સમજ આપવામાં આવી હતી.

તાલીમ દરમિયાન જીવામૃત તૈયાર કરવાની પદ્ધતિનું પ્રત્યક્ષ નિદર્શન કરવામાં આવ્યું હતું. ખેડૂતોને જીવામૃતના ઉપયોગથી જમીનમાં સૂક્ષ્મજીવોની પ્રવૃત્તિ વધારવા, જમીનની ગુણવત્તા સુધારવા અને પાકના સારા વિકાસમાં થતી ઉપયોગીતા અંગે માહિતી આપવામાં આવી હતી.

આ પ્રસંગે ગામના ખેડૂતો તથા ગ્રામજનો ઉપસ્થિત રહ્યા હતા અને પ્રાકૃતિક ખેતી અપનાવવા અંગે માર્ગદર્શન મેળવી પ્રાકૃતિક ખેતીને વધુ વ્યાપક બનાવવાનો સંકલ્પ વ્યક્ત કર્યો હતો.

પ્રાકૃતિક ખેતીના માધ્યમથી ખેતી ખર્ચમાં ઘટાડો, જમીનની તંદુરસ્તીમાં વધારો અને પર્યાવરણનું સંરક્ષણ થઈ શકે છે, ત્યારે ખેડૂતોને પ્રાકૃતિક ખેતીની વિવિધ પદ્ધતિઓ અપનાવવા માટે સતત માર્ગદર્શન અને તાલીમ આપવામાં આવી રહી છે.

00

Share This Article