
શબ્બીરભાઈ સુનેલવાલ :- ફતેપુરા
દે.બારીયા તાલુકામાં તલાટી કમ મંત્રીશ્રીની મૃત્યુ થતા દાહોદ જિલ્લા તલાટી કમ મંત્રી મંડળ દ્વારા રોકડ સહાય ચૂકવાઇ
ફતેપુરા તા.19
દાહોદ જિલ્લાના દેવગઢ બારીયા તાલુકામાં તલાટી કમ મંત્રીશ્રી ફરજ બજાવતા અને મૂળ રહેવાસી દેવ પીપલોદ ના તલાટી કમ મંત્રી પ્રતિમાબેન મહેન્દ્રકુમાર પટેલ નો ચાલુ ફરજ દરમિયાન મૃત્યુ થતાં દાહોદ જિલ્લાના તલાટી કમ મંત્રી મંડળ દ્વારા દરેક તાલુકામાંથી તલાટી મંત્રી પાસેથી રોકડ રકમમાં ફંડ ફાળો ભેગો કરી રૂપિયા એક લાખ જેટલી રોકડ રકમ મૃત્યુ પામેલ તલાટી કમ મંત્રી ના વારસદારોને દાહોદ જીલ્લા તલાટી કમ મંત્રી મંડળ ના પ્રમુખ શ્રી એસ.એન.પટેલ ઉપપ્રમુખ અતુલભાઇ ડોડીયાર મહામંત્રી કે કે બામણીયા શહીત તાલુકો મંડળના પ્રમુખશ્રીઓ મહામંત્રી હાજર રહી રોકડ સહાય વારસદારોને ચૂકવી હતી