
શબ્બીર સુનેલવાલ :- ફતેપુરા
ફતેપુરા તાલુકાની સાગડાપાડા ગ્રામ પંચાયત અને જવેસી ગ્રામ પંચાયત મહિલા સમરસ ગ્રામ પંચાયત જાહેર…
ફતેપુરા તા.07
ફતેપુરા તાલુકાની 34 ગ્રામ પંચાયતોનું આજરોજ ઉમેદવારીપત્ર ખેંચવા માટેનો અંતિમ દિવસ હોય ઉમેદવારીપત્રક ખેચાય પછી ફતેપુરા તાલુકાની બે ગ્રામ પંચાયતો સમરસ ગ્રામ પંચાયત બનવા પામેલ છે ફતેપુરા તાલુકાની જવેસી ગ્રામ પંચાયત અને સાગડાપાડા ગ્રામ પંચાયત મહિલા સમરસ ગ્રામ પંચાયત બનવા પામેલ છે સાગડાપાડા ગ્રામ પંચાયત અને જવેસી ગ્રામ પંચાયત ના મહિલા સરપંચ તેમજ બોર્ડના તમામ સભ્યો મહિલા સભ્યો બંને ગ્રામ પંચાયતોના બિન હરીફ મહિલા સમરસ ગ્રામ પંચાયત બનવા પામેલ છે જેથી ફતેપુરા તાલુકાની 34 ગ્રામ પંચાયત પૈકી બે ગ્રામ પંચાયતો સાગડાપાડા ગ્રામ પંચાયતને અને જવેસી ગ્રામ પંચાયત બીન હરીફ સમરસ મહિલા ગ્રામ પંચાયત જાહેર થવા પામેલ છે