Thursday, 02/02/2023
Dark Mode

ફતેપુરા તાલુકાના ગામડાઓમાં વાગ્ધારા સંસ્થા દ્વારા વિશ્વ ભૂમિ દિવસ ની ઉજવણી કરાઈ

December 6, 2021
        578
ફતેપુરા તાલુકાના ગામડાઓમાં વાગ્ધારા સંસ્થા દ્વારા વિશ્વ ભૂમિ દિવસ ની ઉજવણી કરાઈ

બાબુ સોલંકી :- સુખસર 

ફતેપુરા તાલુકાના ગામડાઓમાં વાગ્ધારા સંસ્થા દ્વારા વિશ્વ ભૂમિ દિવસ ની ઉજવણી કરવામાં આવી

ભૂમિ સ્વાસ્થ્ય સુધાર,ખાદ્ય સુરક્ષા પરિવર્તિત પર્યાવરણ અને બદલાવની પરિસ્થિતિનુ સ્થાયીકરણ કરવા ઉપર ભાર મુકવામાં આવ્યો.

 ગુજરાત,રાજસ્થાન, મધ્યપ્રદેશના 1000 ગામડાઓમાં વાગ્ધારા સંસ્થા દ્વારા મિટિંગનું આયોજન કરાયું:એક લાખ લોકોએ ભાગ લીધાનુ અનુમાન. 

( પ્રતિનિધિ ) સુખસર,તા.06

 

 ફતેપુરા તાલુકાના 30 જેટલા વિવિધ ગામડાઓમાં વાગ્ધારા સંસ્થા દ્વારા રવિવારના રોજ વિશ્વ ભૂમિ દિવસની ઉજવણી કરવામાં આવી હતી જેમાં રાજસ્થાન ગુજરાત તથા મધ્યપ્રદેશના એક હજાર જેટલા ગામોમાં વાગધારા સંસ્થા અને જનજાતિય સંગઠન તરફથી વિશ્વ ભૂમિ દિવસનું આયોજન કરવામાં આવ્યું.

      જમીનની બગડતી હાલત એક ચિંતાજનક વિષય છે.ખેડૂતોને તો નુકસાન છે જ પણ સાથે આમ જનતા પણ સ્વસ્થ અને પૌષ્ટિક ભોજનથી દૂર થતી જાય છે.માટીની બગડતી હાલત સુધારવાનો સંકલ્પ ફક્ત નીતિઓ અને વૈજ્ઞાનિક વિષયથી જ સંભવ નથી.સમાજ અને સ્વયંના સ્તર પર પણ જરૂરી છે.આ ધારણાના મદૅનજર વાગધારા સંસ્થા તરફથી વિશ્વ ભૂમિ દિવસ પર રવિવારના રોજ રાજસ્થાન ગુજરાત અને મધ્ય પ્રદેશ ના 1000 ગામમાં વિભિન્ન આયોજન કરવામાં આવ્યા.આ સમયે લોકોએ ભૂમિ સ્વાસ્થ્યને લઈને સંકલ્પ લીધા. વાગધારા સંસ્થા સાથે ઘણાં બધા જનજાતિય સંગઠનો તથા જનજાતિય વિકાસ મંચને ભાગીદારી નિભાવી ત્રણેય રાજ્યોમાં જમીન સ્વાસ્થ્ય સામૂહિક સંવાદમાં લગભગ એક લાખ લોકોની ભાગીદારી રહી.આપણું ખેતર, આપણું ફળિયું,આપણા ગામ ની માટી બચાવવા માટે એકસાથે સંકલ્પ લેવામાં આવ્યો.વાગ્ધારા સંસ્થાના સાચી ખેતી કાર્યક્રમ અધિકારી શ્રી પી. એલ પટેલ દ્વારા આ વર્ષે વિશ્વ ભૂમિ કાર્યક્રમનો મુખ્ય ઉદ્દેશ ભૂમિ સ્વાસ્થ્ય સુધાર,ખાદ્ય સુરક્ષા પરિવર્તિત પર્યાવરણ અને બદલાતી પરિસ્થિતિનું સ્થાયીકરણ તથા નીતિ નિર્માતાઓ વૈજ્ઞાનિકોને ઉચિત દિશામાં કામ કરવા માટે ઉત્સાહિત અને પ્રેરિત કરવાનો છે.બાસવાડાના વાગધારા સંસ્થાના ખેતી વિષયક પ્રમોદભાઈ રોકડિયા એ જણાવ્યું કે ભરપૂર માત્રામાં રાસાયણિક ખાતરો અને દવાઓના વપરાશથી જમીન અને પાણી પ્રદૂષિત થઈ ગઈ છે.જમીન એક જીવતી જાગતી સંપત્તિ છે.તેના અંદર અને બહાર ઘણા બધા નાના જીવો હોય છે.જે જમીનને ફળદ્રુપ અને ઉપજાઉ બનાવે છે.પરંતુ વર્તમાનમાં આ સંતુલન બગડતું જાય છે.વાગધારા સંસ્થાના સચિવ જયેશભાઈ જોશીએ જણાવ્યું કે, આપણે જમીનને જીવતી અને ઉપજાઉ રાખવા માટે પૂર્વજોનું અનુકરણ કરવું પડશે.તેના માટે પરંપરાગત ખેતી અપનાવવી જરૂરી છે.જેમાં દેશી ખાતરોનો ઉપયોગ કરવો અને તેના માટે યુવા પેઢી આ વિરાસત ને સંભાળવા માટે આગળ આવે. આદિવાસી સમાજના લોકોને આ આયોજન માટે પરંપરાગત રીતે ઢોલ નગારા વગાડીને એકત્ર કરવામાં આવ્યા કાર્યક્રમ સ્થળ ઉપર લોકો પોતપોતાના ખેતરમાંથી માટી અને પાણી સાથે આવવા જણાવ્યું. આયોજનમા ભૂમિ બચાવ માટે સ્થાનિક લોકો સાથે વિચાર-વિમર્શ કરવામાં આવ્યું.અને સાથે માટી પાણીની પૂજા પણ કરવામાં આવી. સાથે ધરતી માતાની આરતી કરવામાં આવી.સંસ્થાના કાર્યક્રમ અધિકારી ગિરીશભાઈ પટેલે જણાવ્યું કે,ભૂમિ સ્વાસ્થ્યની સાથે ખેતી ઓજાર ,નાના અનાજ, પરંપરાગત સાધન તથા નદી ,તળાવ, કુવા ,વાવડીને પણ બચાવવા પડશે.સાથે વૃક્ષારોપણ, ચેકડેમ,એનિકટ મેળબંધી,જમીન સમતલી કરણ જેવા કાર્યો ગ્રામ પંચાયત સ્તર પર મનરેગા યોજના દ્વારા કરાવવા પડશે.સંસ્થાના સહજકરતા પારસીંગભાઈ રાવત, કૈલાસબેન ગરાસીયા, સરસ્વતીબેન પારગી, રમેશભાઈ કટારા ,નિલેશ ભાભોર દ્વારા ઊપસ્થિત જનસમુદાયને પોતાના ખેતરોમાં જૈવિક ખાતરનો ઉપયોગ કરીને જમીન સંરક્ષણ કરવા માટે ગ્રામસભા, ગામ ચોપાલ ,મા નિરંતર સહભાગી થવા માટે નિર્ણય કર્યો.ગ્રામ સ્તર પર બીજ સંબંધિત યોજનાઓમાં ભાગીદારી નિભાવશે. ફતેપુરા તાલુકામાં આ કાર્યક્રમને ગ્રામ્ય વિસ્તારમાં સારો એવો પ્રતિસાદ મળ્યો હોવાનું જાણવા મળે છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error: Content is protected !!