Monday, 09/09/2024
Dark Mode

દાહોદમાં ડોક્ટર એસોસિએશન દ્વારા સાંઈરામ દવેનો હસાયરો

દાહોદમાં તબીબ એસોસીએસન દ્વારા સાંઈરામ દવેનો  રંગ કસુંબલ હસાયરાનો કાર્યક્રમ યોજાયો..

દીકરીઓ એ ઘરનું અંજવાળું છે : સાંઈરામ દવે

દાહોદ 12.10.2019

દાહોદ શહેરમાં ડોક્ટર્સ એસો. દ્વારા શનિવારના રોજ દાહોદ ખાતે સુખ્યાત કલાકાર સાંઈરામ દવેના રંગ કસુંબલ હસાયરો કાર્યક્રમ યોજાયો હતો. શહેરના છેવાડે આવેલ પ્રસંગ પાર્ટી પ્લોટ-૨ ખાતે ‘બેટી બચાવો, બેટી વધાવો’ મિશન અંતર્ગત દાહોદ ડોક્ટર્સ એસો. દ્વારા યોજાયેલા હાસ્ય કલાકાર સાંઈરામ દવેના આ કાર્યક્રમમાં શહેરના તબીબો દ્વારા દાહોદના સાંસદ જશવંતસિંહ ભાભોરનું સન્માન કરવામાં આવ્યું હતું. જેમાં દાહોદ જિલ્લા કલેક્ટર તેમજ દાહોદ જિલ્લા પોલીસ વડાએ પણ હાજરી આપી હતી અને સાંઈરામ દવેના ડાયરાનો આનંદ માન્યો હતો આ અવસરે તબીબો સાથે શહેરના ગણમાન્ય લોકો પણ ઉપસ્થિત રહ્યા હતાં…

error: Content is protected !!