Thursday, 18/04/2024
Dark Mode

દે.બારીયા તાલુકાના તોયણી ગામે છકડા ચાલકે બાઈક ને અડફેટે લેતા બાઈક ચાલકનું મોત:એક મહિલા ઈજાગ્રસ્ત..

April 4, 2022
        552
દે.બારીયા તાલુકાના તોયણી ગામે છકડા ચાલકે બાઈક ને અડફેટે લેતા બાઈક ચાલકનું મોત:એક મહિલા ઈજાગ્રસ્ત..

સુમિત વણઝારા

 

દે.બારીયા તાલુકાના તોયણી ગામે છકડા ચાલકે બાઈક ને અડફેટે લેતા બાઈક ચાલકનું મોત:એક મહિલા ઈજાગ્રસ્ત..

 

દે. બારીયા તા.04

 

દેવગઢ બારીયા તાલુકાના તોયણી ગામે પુરપાટ આવતા છકડા ચાલકે એક મોટર સાઇક્લને અડફેટે લેતા સર્જાયેલા માર્ગ અકસ્માતમાં મોટર સાઇક્લ ચાલકનું ઘટના સ્થળે મોત નીપજ્યું છે. જયારે મોટર સાઇકલની પાછળ બેઠેલી મહિલાને ઈજાઓ પહોંચ્યાનું જાણવા મળેલું છે.

 

પ્રપાત માહિતી અનુસાર સીંગવડ તાલુકાના મછેલાઈ ગામના રહેવાસી નટવર ભાઈ કાન્તીભાઈ લુહાર પોતાના કબ્જા હેઠળની GJ-20-A.A-4202 નંબરની મોટર સાઇક્લ પર સમરત બેનને બેસાડી પીપલોદ નજીક તોયની ગામેથી પસાર થઇ રહ્યા હતા તે સમયે પુરપાટ આવતા GJ-20-W-3560 નંબરના છકડા ચાલકે નટવરભાઈની મોટર સાઇકલને અડફેટે લેતા મોટર સાઇક્લ પર સવાર બન્ને વ્યક્તિઓ જમીન પર પટકાતા નટવર ભાઈ કાંતિભાઈ લુહારને જીવલેણ ઈજાઓ પહોંચતા તેઓનું ઘટના સ્થળે મોત નીપહ્યું હતું.ત્યારે બાઈક ની પાછળ બેઠેલા સુરતન બેનના ખબાના ભાગે તેમજ શરીરના ભાગે ઈજાઓ પહોંચતા તેઓને સારવાર અર્થે દવાખાને ખસેડવામાં આવ્યા હતા.

 

ઉપરોકત બનાવ સંદર્ભે સીંગવડ તાલુકાના મછેલાઈ તળાવ ફળિયાના અભેસિંગ કાંતિલાલ લુહારે પીપલોદ પોલીસ મથકે ફરિયાદ નોંધાવતા પીપલોદ પોલીસે પોકેટ કોપ મોબાઈલ એપ્લિકેશન ના આધારે મહેશભાઈ દિલીપભાઈ વણઝારા રહેવાસી ડામોર ફળિયું દેવગઢ બારીયાની સામે ગુનો નોંધી આગળની તપાસ હાથ ધરી છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error: Content is protected !!