Saturday, 20/04/2024
Dark Mode

ધાનપુર તાલુકાના નવાનગર ગામેથી પોલીસે ફોરવિલ ગાડી માંથી ચાર લાખ ઉપરાંતનો વિદેશી દારૂના જથ્થા સાથે ચાલકને ઝડપ્યો:7.69 લાખનો મુદ્દામાલ કબજે, સાત ઈસમો વિરુદ્ધ ગુનો નોંધાયો 

April 4, 2022
        2022
ધાનપુર તાલુકાના નવાનગર ગામેથી પોલીસે ફોરવિલ ગાડી માંથી ચાર લાખ ઉપરાંતનો વિદેશી દારૂના જથ્થા સાથે ચાલકને ઝડપ્યો:7.69 લાખનો મુદ્દામાલ કબજે, સાત ઈસમો વિરુદ્ધ ગુનો નોંધાયો 

રાજેશ વસાવે :- દાહોદ 

 

ધાનપુર તાલુકાના નવાનગર ગામેથી પોલીસે ફોરવિલ ગાડી માંથી ચાર લાખ ઉપરાંતનો વિદેશી દારૂના જથ્થા સાથે ચાલકને ઝડપ્યો:7.69 લાખનો મુદ્દામાલ કબજે, સાત ઈસમો વિરુદ્ધ ગુનો નોંધાયો 

 

દાહોદ તા.04

 

ધાનપુર તાલુકાના નવાનગર ગામેથી પોલીસે બોલેરો ગાડીમાંથી 4 લાખથી વધુનો દારૂ ઝડપી પાડ્યો હતો .પોલીસે નાકાબંધી દરમિયાન બોલેરોમાંથી વિદેશી દારૂનો કુલ રૂા .4,68,720 ના જથ્થો તેમજ બોલેરો ગાડી વગેરે મળી કુલ રૂા . 7,69,220 ના જથ્થા સાથે ગાડીના ચાલકને ઝડપી પાડી અન્ય 7 જેટલા ઈસમો વિરૂદ્ધ ગુનો નોંધી તપાસ હાથ ધરી છે .

 

 ધાનપુર પોલીસને મળેલી બાતમીના આધારે નવાનગર ગામે નાકાબંધી કરી આવતાં જતાં તમામ નાના મોટા વાહનોની તલાસી હાથ ધરી હતી . આ સમયે બાતમીમાં દર્શાવેલી એક બોલેરો ગાડી ત્યાંથી પસાર થતાં પોલીસ સાબદી બની હતી અને બોલેરો ગાડી નજીક આવતાંની સાથે તેને ચારેય તરફથી ઘેરી તેની તલાસી લીધી હતી . તેમાંથી પોલીસે વિદેશી દારૂની કુલ બોટલો નંગ . 4465 કિંમત રૂા . 4,68,720 તથા બોલેરો ગાડીની કિંમત તેમજ મોબાઈલ ફોન મળી કુલ રૂા . 7,69,220 ના મુદ્દામાલ સાથે બોલેરો ગાડીના ચાલક રતનસિંહ ગાજીસિંહ રાવત ( રાજપુત ) ( રહે . છરછોડા , વેડ ફળિયુ , તા . ગરબાડા , જિ.દાહોદ ) ની અટકાયત કરી હતી . પોલીસે ગાડીના ચાલકની સઘન પુછપરછ કરતાં આ વિદેશી દારૂનો જથ્થો કેશન ઉર્ફે કીશન ભાભોર , જેસન નગજીભાઈ ભાભોર ( બંન્ને રહે . છરછોડા , વેડ ફળિયુ , તા.ગરબાડા , જિ.દાહોદ ) , દશરથ મનીયાભાઈ રાઠોડ ( પટેલીયા ) ( રહે . કાકડબારી, સેજાવાડા ) , પ્રવિણ રમેશભાઈ વાખળા ( રહે . માલપુર , સેજાવાડા ) , નીલેશ ઉર્ફે છોટુ રાયસીંગભાઈ રાઠોડ ( રહે . સેજાવાડા , કાજુભાઈ સોનેસીંગ વસુનીયા ( રહે . સામલાકુંડ , મોરી ફળિયા , તમામ તા . ભાભરા , જી . અલીરાજપુર , મધ્યપ્રદેશ ) અને સુરેશ ઉર્ફે બલીયો રતનસિંહ કોળી પટેલ ( રહે . અસાયડી , તા . દેવગઢ બારીઆ , જિ.દાહોદ ) ની મદદથી દારૂની હેરાફેરી કરતો હોવાની કબુલાત કરતાં ધાનપુર પોલીસે ઉપરોક્ત તમામ ઈસમો વિરૂદ્ધ પ્રોહીબીશનનો ગુનો નોંધી આગળની કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે .

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error: Content is protected !!