Friday, 26/04/2024
Dark Mode

ઝાલોદમાં વેચાયેલા 179 નકલી રેમડેસીવીર ઈન્જેકશનની તટસ્થ અને નિષ્પક્ષ તપાસ માટે આમ આદમી પાર્ટીએ મામલતદારશ્રીને આવેદન પાઠવ્યુ

May 17, 2021
        1970
ઝાલોદમાં વેચાયેલા 179 નકલી રેમડેસીવીર ઈન્જેકશનની તટસ્થ અને નિષ્પક્ષ તપાસ માટે આમ આદમી પાર્ટીએ મામલતદારશ્રીને આવેદન પાઠવ્યુ

દક્ષેશ ચૌહાણ :-  ઝાલોદ 

ઝાલોદમાં વેચાયેલા 179 નકલી રેમડેસીવીર ઈન્જેકશનની તટસ્થ અને નિષ્પક્ષ તપાસ માટે આમ આદમી પાર્ટીએ મામલતદારશ્રીને આવેદન પાઠવ્યુ 

દાહોદ 

ઝાલોદ તાલુકામાં વેચાયેલા ૧૭૯ નકલી રેમડેસીવીર ઈન્જેકશન બાબતે ન્યાયીક તપાસ કરવા બાબત આજરોજ આમ આદમી પાર્ટી દ્વારા ઝાલોદ મામલતદાર કચેરી ખાતે આવેદનપત્ર આપવામાં આવ્યું 

 સમગ્ર ગુજરાતમાં કોરોના મહામારીના પગલે હાહાકાર મચી ગયો છે . ઘેર – ઘે૨ કોરોનાના ખાટલા છે . આ મહામારીમાં અસંખ્ય લોકોએ પોતાના સ્વજનો ગુમાવ્યા છે . તેવા સમયે સૌ પોત પોતાનો જીવ બચાવવા , દવા અસલી છે કે નલી જોયા વિના જ કોરોનાની બિમારીમાં રામબાણ સાબિત થયેલ રેમડેસીવીરના ઈન્જેકશન પાછળ દોડી રહયા હતા

 

 નકલી રેમડેસીવીર ઈજેકશનનું રાજયવ્યાપી રેકેટ ૧ લી મે ના રોજ પર્દાફાશ થયા બાદ મુખ્ય સુત્રધાર જયદેવસિંહ ઝાલા ની ધરપકડ થતાં જાણ થયેલ છે 

 

, દાહોદ જિલ્લાના ઝાલોદમાં સૌથી વધુ ૧૭૯ નકલી રેમડેસીવીર ઈજેકશન વેચાણ થયેલ છે . તો ઝાલોદમાં આ ઈજેકશન કોના મારફતે આવ્યા , કોણે – કોણે ખરીદયા આ મોતના સોદાગરો કોણ છે અને ક્યાં હોસ્પિટલમાં આપ્યા અને ક્યાં મેડીકલ માં વેચાયા તે તપાસ હાથ ધરવામાં આવે અને તમામને તાત્કાલીક ધોરણે ધરપકડ કરી દેશદ્રોહની કલમ લગાવી ફાંસીની સજા આપવામાં આવે એવી માંગ કરતા આમ આદમી પાર્ટી આમ આવનાર સાત દિવસની અંદ૨ આ સમગ્ર બાબતની સ્વતંત્ર ન્યાયિક તપાસ નહિ થાય અને સત્ય બહાર નહિ આવે તો આમ આદમી પાર્ટી નાં ગુજરાતનાં દાહોદ જિલ્લાના ઝાલોદ મામલતદાર કચેરીના પ્રાંગણમાં આમરણ ઉપવાસ કરશે તેવી ચિમકી ઉચ્ચારી હતી આમ આખા દાહોદ જિલ્લામાં ચર્ચાનો વિષય બનવા પામ્યો હતો

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error: Content is protected !!