Thursday, 18/04/2024
Dark Mode

દાહોદ જિલ્લામાં બે જુદી જુદી જગ્યાએથી પોલીસે વિદેશી દારૂના જથ્થા સાથે ત્રણ લોકો ને દબોચ્યા: દારૂની હેરફેરમાં સામેલ કુલ પાંચ લોકો વિરુદ્ધ ગુનો નોંધાયો..

March 3, 2022
        473
દાહોદ જિલ્લામાં બે જુદી જુદી જગ્યાએથી પોલીસે વિદેશી દારૂના જથ્થા સાથે ત્રણ લોકો ને દબોચ્યા: દારૂની હેરફેરમાં સામેલ કુલ પાંચ લોકો વિરુદ્ધ ગુનો નોંધાયો..

રાહુલ ગારી :- ગરબાડા/ગૌરવ પટેલ :- લીમખેડા

દાહોદ જિલ્લામાં બે જુદી જુદી જગ્યાએથી પોલીસે વિદેશી દારૂના જથ્થા સાથે ત્રણ લોકો ને દબોચ્યા: દારૂની હેરફેરમાં સામેલ કુલ પાંચ લોકો વિરુદ્ધ ગુનો નોંધાયો 

લીમખેડા/ગરબાડા તા.03

દાહોદ જિલ્લામાં બે જુદી જુદી જગ્યાએથી પોલીસે 60,110 ના વિદેશી દારૂ બિયરના જથ્થા સાથે કુલ ત્રણ ઈસમોને ઝડપી પાડી જેલ ભેગા કર્યા છે. પોલીસે વિદેશી દારૂની હેરફેરમાં સામેલ અન્ય બે ઈસમો મળી કોઈ પાંચ લોકો વિરૂદ્ધ પ્રોહી અંગેનો ગુનો દાખલ કરી વિદેશી દારૂ બિયરનો જથ્થો, બે મોબાઈલ ફોન તેમજ એક ફોરવહીલ ગાડી મળી કુલ 2,68,110 નો મુદ્દામાલ કબ્જે કર્યો હોવાનું પોલીસ સૂત્રો દ્વારા જાણવા મળેલ છે.

 

 

 પ્રોહીનો પ્રથમ બનાવ ધાનપુર તાલુકાના ચારી ગામે બનવા પામ્યો છે જેમાં લીમખેડા તાલુકાના જેતપુર દુ ગામના નવા ફળિયાના દિનેશ ભાઈ પરમાભાઇ ભરવાડ, રણજીતભાઈ સનાભાઈ પટેલ રહે. નાડા પટેલ ફળિયુ નાડા પટેલ ફળિયુ,શહેરા,પંચમહાલ, પેનુંભાઈ જુવાનસિંહ ડામોર રહે. પાનમ ધાનપુર, સુરેશભાઈ રામસિંગભાઈ પરમાર રહેવાસી ભાણપુર પીપળીયા ફળિયું ધાનપુર મળી પોતાના કબજાની Gj-18-BC- 9234 નંબરની ઈકો ગાડીમાં વિદેશી દારુ તેમજ બિયર નો રસ્તો ભરી આવી રહ્યા હતા તે સમયે ધાનપુર તાલુકાના ચારી ગામે વોચમાં ઊભેલી પોલીસે ઈકો ગાડી ને રોકાવી તેની તલાસી લેતા દિનેશભાઈ ભરવાડ તેમજ રંગીત ભાઈ શનાભાઈ પટેલ ભારતીય બનાવટની વિદેશી દારૂની બીયરની 8 પેટીઓ તેમજ પ્લાસ્ટિકના 96 નંગ ક્વાટરીયા મળી કુલ 31,680 નો દારૂ બિયરનો જથ્થો, આઠ હજાર રૂપિયાના મોબાઇલ, તેમજ બે લાખ રૂપિયાની ઈકો ગાડી મળી કુલ 2,39,680 ના મુદ્દામાલ જપ્ત કરી ઉપરોક્ત બંને ઇસમોને જેલ ભેગા કર્યા હતા. વિદેશી દારૂની હેરફેરમાં સામેલ મનુભાઈ ડામોર તેમજ સુરેશ રામસિંગભાઈ પરમાર સહિત કુલ ચાર ઈસમો વિરૂદ્ધ પ્રોહી અંગેનો ગુનો દાખલ કરી આગળની તપાસ હાથ ધરી છે.

 પ્રોહીનો બીજો બનાવ  ગરબાડા પંથકમાં બનવા પામ્યો છે જેમાં ગરબાડા  તાલુકાના ભિલોઇ ગામના ધનસિંગભાઈ વાલાભાઈ ડામોર પોતાના રહેણાંક મકાન માં વિદેશી દારૂ નો વેપલો કરતો હોવાની જાણ પોલીસને થતાં ગરબાડા પોલીસે બાતમીના આધારે ધનસિંગભાઈ ના રહેણાક મકાનમાં દરોડો પાડતા ધનસિંગભાઈ હાજર મળતા પોલીસે મકાનની તલાશી લેતા તલાશી દરમિયાન મકાનમાં સંતાડેલો રૂ 28,430 હજાર કિંમતનો ભારતીય બનાવટની વિદેશી દારૂની 187 બોટલો મળી આવતા પોલીસે વિદેશી દારૂનો જથ્થો જપ્ત કરી ધનસિંગભાઈ વાલાભાઈ ડામોર વિરુદ્ધ પ્રોહી અંગેનો ગુનો દાખલ કરી કાયદેસર કાર્યવાહી હાથ ધરી હતી

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error: Content is protected !!