
સુમિત વણઝારા :- લીમડી
ગરબાડા તાલુકાના જેસાવાડા ખાતે આઝાદીકા અમૃત મહોત્સવ અંતર્ગત યોગ સંવાદ કાર્યક્રમ યોજાયો
લીમડી તા.03
“યોગ કક્ષા સશકિતકરણ અભિયાન” અને “યોગમય ગુજરાત ” અંતર્ગત આજ રોજ દાહોદ જિલ્લા ના ગરબાડા તાલુકાની જેસાવાડા એસ એફ આઈ.ટી.આઈ ખાતે ગુજરાત રાજ્ય યોગ બોર્ડ ના માર્ગદર્શન હેઠળ યોગ નો વ્યાપ વધારવા માટે યોગ સંવાદ કાર્યક્રમ નું આયોજન કરવામાં આવ્યું હતું. ગરબાડા તાલુકામાં ઘર ઘર અને જન જન સુધી યોગનો પ્રચાર પ્રસાર થાય તેમજ લોકો યોગ સાથે જોડાય અને વધુમાં વધુ યોગ ટ્રેનરો તૈયાર થાય તે માટે દાહોદ જિલ્લા કો-ઓરડીનેટર દેવેન્દ્રકુમાર નાઓ દ્વારા ખુબજ સરસ માર્ગદર્શન પૂરું પાડવામાં આવ્યું જેમાં એસ.એફ આઈ.ટી.આઈ જેસાવાડા ના પ્રિન્સિપાલશ્રી તેમજ તમામ સ્ટાફ હાજર રહ્યા હતા સાથેજ પતંજલિ પરિવાર દાહોદ ના સહ યુવાપ્રભારી તેમજ દાહોદ જિલ્લા સોશ્યિલ મીડિયા ઇન્ચાર્જ અને તાલુકા ટિમ લીડર રાહુલકુમાર અને દાહોદ તાલુકા યોગ કોચ પ્રવીણભાઈ તેમજ બ્રાહ્મહાકુમારી માંથી આવેલ પ્રેમસિંહભાઇ તેમજ યોગ સાધકો અને એસ એફ આઈ ટી આઈ જેસાવાડા ના વિદ્યાર્થીઓ હાજર રહ્યા હતા તેમજ તમામે યોગ સાથે જોડાવવાનો સંકલ્પ કર્યો અને ત્યાર બાદ કાર્યક્રમનું સમાપન કરવામાં આવ્યુ.