
ગૌરવ પટેલ :- લીમખેડા
લીમખેડા નગરમાં તીર્થ ઇન્ટરનેશનલ સ્કૂલ દ્વારા રમતોત્સવના બીજા દિવસે માર્ચ પાસ્ટ પરેડ યોજાઈ
લીમખેડા તા.03
રમતોત્સવના બીજા દિવસે લીમખેડા નગર માં માર્ચ પાસ્ટ પરેડ નું ભવ્ય આયોજન તીર્થ ઇન્ટરનેશનલ સ્કૂલ ના વિદ્યાર્થીઓ દ્વારા કરવામાં આવ્યું હતું.
તીર્થ ઇન્ટરનેશનલ સ્કૂલ ના 2 હાઉસ ના કુલ 8 ટીમ ના કપ્તાન દ્વારા પોતાની ટીમ ની માર્ચ પરેડ લીમખેડા નગર માં કાઢવામાં આવી જેમાં વિદ્યાર્થીઓ એ પરેડ ના કદમ તાલ મિલાવી ને અદભુત પ્રદર્શન આપ્યું અને બધા ને મંત્રમુગ્ધ કરી દીધા હતા.આ પરેડ માં નાના નાના ભૂલકાં બહુ મોટી સંખ્યામાં ખૂબ જ ઉત્સાહ પૂર્વક ભાગ લીધો હતો.
લીમખેડાની નગર પરેડ ને સુચારુ રીતે કાઢવામાં માં પોલીસ વિભાગ નો અમૂલ્ય ફાળો રહ્યો.શાળા પરિવાર દ્વારા પોલીસ ઇન્સ્પેક્ટર ડામોર સાહેબ ખૂબ ખૂબ આભાર વક્ત કર્યો છે.
શાળા ના ચેરમેન ચિરાગભાઈ શાહ દવારા દરેક વિદ્યાર્થીઓ ને શુભેચ્છાઓ પાઠવી છે.
રમતોત્સવ ના બીજા દિવસે ખો ખો,કબડી,રસી ખેંચ,કોથળા કુદ, લીંબું ચમચી ,100 મીટર ,લાંબી કુદ, ઊંચી કુંદ વગેરે ગેમ્સ માં દરેક હાઉસ દ્વારા સ્પર્ધા કરવામાં આવી.વિજેતા ટીમ ના તમામ વિદ્યાર્થીઓ ને સર્ટીફીકેટ અને ઇનામથી પારિતોષિક કર્યા હતા.