દક્ષેશ ચૌહાણ :- ઝાલોદ
ઝાલોદ 130 વિધાનસભાના ધારાસભ્યશ્રી મહેશભાઈ ભૂરીયાના નવ વર્ષ સ્નેહ મિલન નિમિત્તે શુભેચ્છકોનો સૈલાબ ઉમટયો
ફતેપુરાના ધારાસભ્ય તેમજ રાજ્ય કક્ષાના મંત્રીશ્રી રમેશભાઈ કટારા વિશેષ ઉપસ્થિત રહ્યા
દાહોદ તા. ૨૨
ઝાલોદ 130 વિધાનસભાના ધારાસભ્યશ્રી મહેશભાઈ ભૂરીયા દ્વારા 22 ઓક્ટોબર અને 23 ઓક્ટોબર એમ બે દિવસ માટે દિવાળી તેમજ નવ વર્ષની શુભેચ્છા માટે ગોવિંદ ગુરુ લીમડી તાલુકાના રૂપાખેડા ગામે આવેલ યશોધરા કોલેજ ખાતે સ્નેહમિલનનુ આયોજન કરવામાં આવ્યું હતું. આ સ્નેહમિલનમા ઝાલોદ તાલુકા તેમજ ગોવિંદ ગુરુ લીમડી તાલુકાના સરપંચો, જિલ્લા સભ્યો, આગેવાનો તેમજ ગ્રામજનો દિવાળી તેમજ નવ વર્ષના અભિનંદન આપવા માટે મોટા પ્રમાણમા જનસમુદાય ઉમટી પડ્યો હતો. નવ વર્ષના અભિનંદન માટે આવેલ દરેક શુભેચ્છકોનુ ધારાસભ્ય મહેશ ભૂરીયા દ્વારા મીઠાઈ ખવડાવી આવનાર વર્ષ દરેક માટે ફળદાયી નીવડે તે માટે શુભકામનાઓ પાઠવી હતી. 
તારીખ 23-10-2025 ગુરુવારના રોજ સવારે 10 કલાકે ફતેપુરાના ધારાસભ્ય તેમજ હાલમાં જ ગુજરાત રાજ્ય કક્ષાના મંત્રી બનનાર રમેશ કટારા વિશેષ ઉપસ્થિત રહેલ હતા. ધારાસભ્યશ્રી મહેશભાઈ ભૂરીયા દ્વારા ફતેપુરા ધારાસભ્ય બાદ પ્રથમ વખત મંત્રી બન્યા રમેશભાઈ કટારાનુ સ્વાગત પુષ્પ ગુચ્છ ,શાલ ઓઢાડી તેમજ દિવાળી નિમિત્તે ભેટ આપી સ્વાગત કર્યું હતું. બંને ધારાસભ્યશ્રી દ્વારા એક બીજાને નવ વર્ષની શુભેચ્છા પાઠવી હતી તેમજ આવેલ સહુ શુભેચ્છકોને નવ વર્ષની શુભેચ્છાઓ પાઠવી સહુ નુ નવ વર્ષ મંગળદાયી રહે અને સુખમય રહે તેવી શુભેચ્છા પાઠવી હતી.

આગામી નવ વર્ષ સુખ, શાંતિ, સમૃદ્ધિ સાથે દરેકના જીવનમાં ઉન્નતિ લાવે તેમજ ભાજપના દરેક કાર્યકર્તાઓ પાર્ટી સંગઠનને વધુ મજબૂત બનાવે તે માટે આવેલ ભાજપના દરેક કાર્યકર્તાઓ, પદાધિકારીઓ, સરપંચો, જિલ્લા પંચાયત સભ્યો ને નવ વર્ષ અભિનંદન સાથે શુભેચ્છા પાઠવી હતી.