Wednesday, 15/10/2025
Dark Mode

દાહોદમાં મેઘરાજાની ધમાકેદાર એન્ટ્રી, નવરાત્રીના ગરબા મંડળોમાં પાણી ભરાયા સાતમા-આઠમા નોરતેથી સતત વરસાદી બારાખડી | 

September 28, 2025
        831
દાહોદમાં મેઘરાજાની ધમાકેદાર એન્ટ્રી, નવરાત્રીના ગરબા મંડળોમાં પાણી ભરાયા  સાતમા-આઠમા નોરતેથી સતત વરસાદી બારાખડી | 

રાજેશ વસાવે :- દાહોદ 

દાહોદમાં મેઘરાજાની ધમાકેદાર એન્ટ્રી, નવરાત્રીના ગરબા મંડળોમાં પાણી ભરાયા

સાતમા-આઠમા નોરતેથી સતત વરસાદી બારાખડી | 

ખેલૈયાઓમાં નિરાશા, આયોજકોમાં દોડધામ 

ઝાલોદ તાલુકાના મોટા પાડલામાં વીજળી પડતાં ચાર લોકો ઘાયલ

ખેતરમાં ફૂલ એકત્ર કરતી વખતે ઘટના | બે બાળકો સહિત ચારને ઈજા | ગંભીર રીતે ઘાયલ યુવક દાહોદ હોસ્પિટલમાં રેફર

દાહોદ તા.૨૮

દાહોદ શહેરમાં ગતરોજ રાત્રિના સમયથી મેઘરાજાએ પધરામણી કરતા દાહોદમાં ગરબા આયોજકો તેમજ ખેલૈયાઓમાં નિરાશા જોવા મળી હતી. ચાલુ ગરબાએ મેઘરાજાની પથામણીને પગલે સર્વત્ર વરસાદી પાણી જોવા મળ્યા હતા તો બીજી તરફ ગરબા આયોજકોમાં દોડધામના દ્રશ્યો પણ સર્જાયા હતા. બીજા દિવસે એટલે કે આઠમા નોરતે પણ બપોરના સમયે મેઘરાજાએ ધમાકેદાર એન્ટ્રી કરતા ગરબા મંડળોમાં વરસાદી પાણી ભરાઈ ગયા હતા.

દાહોદમાં નોરતાના પ્રારંભ સાથે ખેલૈયાઓમાં તેમજ ગરબા આયોજકોમાં અનેરો ઉત્સાહ જોવા મળ્યો હતો. પાંચ નોરતા સુધી વરસાદી વિઘ્ન ન આવતા ખેલૈયાઓમાં ભારે ઉત્સાહ જોવા મળ્યો હતો અને વરસાદ નવરાત્રી પછી જ આવશે તેવી આશા સાથે ખેલૈયાઓ મન મૂકીને ગરબે રમતા હતા. ત્યારે રોજ છઠ્ઠા નોરતે એકાએક વાતાવરણમાં પલટો આવતા વીજળીના કડાકા અને ધડાકા સાથે રાત્રિના 10:00 વાગ્યાના આસપાસ મેઘરાજાએ ધમાકેદાર એન્ટ્રી કરતા ગરબા આયોજકોમાં દોડધામના દ્રશ્યો સર્જાઈ જવા આપવાની હતા. તો બીજી તરફ ખેલૈયાઓમાં પણ નિરાશા જોવા મળી હતી. બીજા દિવસે સાતમા નોરતા ના દિવસે વહેલી સવારે પણ છુટો છવાયો વરસાદ જોવા મળ્યો હતો.

તો થોડા સમય સુધી સૂર્યનારાયણના દર્શન થતાં લગભગ હવે મેઘરાજા વિરામ લેશે તેવી આશા વ્યક્ત કરવામાં આવતી હતી પરંતુ બપોરના સાડા ત્રણ વાગ્યાના આસપાસ પુનઃ વીજળીના કડાકા અને ધડાકા સાથે મેઘરાજાની ધમાકેદાર એન્ટ્રી ને પગલે દાહોદમાં સર્વત્ર વરસાદી પાણી છવાઈ ગયા હતા અને જેમાં ખાસ કરીને ગરબા મંડળોમાં વરસાદી પાણી ભરાઈ ગયા હતા. જાણે નવલી નવરાત્રીમાં રંગમાં ભંગ પડ્યો રહે તેમ ખેલૈયાઓમાં નિરાશા પણ જોવા મળી રહી છે. જોકે વરસાદની વાત કરીએ તો ગઈકાલે વરસાદી આંકડા મુજબ લીમખેડામાં ૨ મીમી, દાહોદમાં ૬ મીમી, ગરબાડામાં ૩ મીમી અને ધાનપુરમાં ૫ મીમી વરસાદ પડ્યો હતો.આજરોજ તારીખ ૨૮મી ના રોજ બપોરના ૪ વાગ્યા સુધી ઝાલોદમાં ૯ મીમી, લીમખેડામાં ૭ મીમી, દાહોદમાં ૨૦ મીમી, ગરબાડામાં ૨૦ મીમી, સૌથી વધુ દેવગઢ બારીઆમાં ૨૮ મીમી, ધાનપુરમાં ૮ મીમી, સંજેલીમાં ૨ મીમી અને સિંગવડમાં ૬ મીમી વરસાદ પડ્યો હતો.

દાહોદ જિલ્લામાં વીજળી પડતાં ચાર લોકો ઘાયલ.!

દાહોદ જિલ્લાના ઝાલોદ તાલુકાના મોટા પાડલા ગામે કુદરતી આફત જેવી ઘટના બની છે. ખેતરમાં ફૂલ એકત્ર કરી રહેલા ચાર લોકો પર અચાનક વીજળી પડતાં તેઓ ઈજાગ્રસ્ત થયા.મળતી માહિતી મુજબ, બે બાળકો તથા બે યુવકો ખેતરમાં કાર્યરત હતા ત્યારે અચાનક વરસાદ શરૂ થતાં તેઓ ઝાડ નીચે આશરો લેવા પહોંચ્યા. તે દરમિયાન વીજળી પડતાં ચારેયને ઈજાઓ પહોંચી હતી.ઈજાગ્રસ્તોને તરત જ પ્રાથમિક સારવાર માટે લીમડી સરકારી હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યા. જેમાંથી એક યુવકને ગંભીર ઈજાઓ થતાં તેને વધુ સારવાર માટે દાહોદ હોસ્પિટલ રેફર કરવામાં આવ્યો છે.હાલ ચારેય ઈજાગ્રસ્તોની સ્થિતિ અંગે તબીબી દેખરેખ હેઠળ સારવાર ચાલુ છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error: Content is protected !!