Friday, 18/10/2024
Dark Mode

દાહોદ તાલુકાના ગલાલીયાવાડમાં ધમધમતા જુગારધામ પર સ્ટેટ વિજિલન્સની ટીમ ના દરોડાથી નાસભાગ:11 ખેલીઓ 1.35 લાખના મુદ્દામાલ સાથે ઝડપાયા,અન્ય 11 ખેલીઓ ફરાર

January 25, 2022
        1024
દાહોદ તાલુકાના ગલાલીયાવાડમાં ધમધમતા જુગારધામ પર સ્ટેટ વિજિલન્સની ટીમ ના દરોડાથી નાસભાગ:11 ખેલીઓ 1.35 લાખના મુદ્દામાલ સાથે ઝડપાયા,અન્ય 11 ખેલીઓ ફરાર

રાજેન્દ્ર શર્મા દાહોદ લાઈવ ડેસ્ક…

દાહોદ તાલુકાના ગલાલીયાવાડ માં ધમધમતા જુગારધામ પર સ્ટેટ વિજિલન્સની ટીમ ના દરોડાથી નાસભાગ ના દ્રશ્યો સર્જાયા

 સ્ટેટ વિજિલન્સની ટીમ ના દરોડા દરમિયાન 11 ખેલીઓ ઝડપાયા, અન્ય ૧૧ ખેલીયો પોલીસને ચકમો આપવામાં થયા સફળ

પોલીસે સ્થળ પરથી 43 હજારની રોકડ રકમ, ૧૭ હજાર રૂપિયાના 7 મોબાઈલ, 75 હજાર કિંમતની ચાર મોટરસાયકલ મળી 1.35 લાખનો મુદ્દામાલ જપ્ત કર્યો 

દાહોદ તા.25 

દાહોદ તાલુકાના ગલાલીયાવાડ દ્રષ્ટિ નેત્રાલય ના પાછળ આવેલ ખુલ્લી જગ્યામાં ઓટલા ઉપર મોટા પાયે ધમધમતા વરલી મટકાના જુગાર ધામ ઉપર પોતાને મળેલી બાતમીને આધારે ઓચિંતી ત્રાટકેલ રાજ્યની સ્ટેટ મોનીટરીંગ સેલ ગાંધીનગરની ટીમે વરલી મટકા ના આંકફરકનો જુગાર રમતા ૧૧ જેટલા જુગારિયાઓને રૂપિયા 43 હજાર ઉપરાંતની રોકડ સાત જેટલા મોબાઇલ ફોન ચાર જેટલા વાહનો તેમજ જુગારની સાધનસામગ્રી વગેરે મળી રૂપિયા1.35.960/- નો મુદ્દામાલ પકડી પાડી કબજે લઇ પકડાયેલ જુગારીઆઓ તથા પકડાયેલ મુદ્દામાલ તાલુકા પોલીસને સુપરત કરતા પોલીસે આ મામલે નાસી ગયેલા ૧૧ જેટલા જુગારી આઓ સહિત કુલ ૨૨ જેટલા જુગારીયાઓ વિરુદ્ધ ગુનો નોંધ્યા નું જાણવા મળ્યું છે.

દાહોદ તાલુકાના ગલાલીયાવાડ દ્રષ્ટિ નેત્રાલય પાછળની ખુલ્લી જગ્યામાં એક ઓટલા ઉપર ગલાલીયાવાડ જીઆઇડીસી પાછળ રહેતા વજુભાઈ ગલાભાઈ ભુરીયા મોટા પાયે આયોજનબદ્ધ રીતે વરલી મટકાના આંકફરકનો જુગાર રમાડતો હોવાની પોતાને મળેલી બાતમીને આધારે રાજ્યની સ્ટેટ મોનીટરીંગ સેલ ગાંધીનગરની ટીમે બાતમી માં દર્શાવેલ જગ્યાએ ધમધમતા વરલી મટકાના જુગાર ધામ પર ગતરોજ સમી સાંજે ઓચિંતો છાપો મારતા વરલી મટકા નો જુગાર રમી રહેલા જુગારીયાઓ માં નાસભાગ મચી જવા પામી હતી તેમ છતાં સ્ટેટ મોનીટરીંગ સેલ ની ટીમે જુગાર રમી રહેલા દાહોદ સિંગલ ફળિયા ના બાબુભાઈ કરીમભાઈ શેખ ગલાલીયાવાડ નિશાળ ફળિયા ના બાબુભાઈ નાનજીભાઈ ભુરીયા દાહોદ અંબિકા સોસાયટી ગોદી રોડ ના દિનેશભાઈ ભીખાભાઈ ભંડારી દાહોદ ગાર ખાયા ના જીતેન્દ્ર હેમચંદ ચમાર દાહોદ સિંગલ ફળિયા ના ગણેશભાઈ મોહનભાઈ સંગાડા વાંદરીયા ગામ ના રમેશભાઈ બચુભાઈ નીનામા દાહોદ પરેલ ત્રણ રસ્તા ના માધુ સિંહ શંકરસિંહ રાઠોડ રાજસ્થાનના રામગઢ બદલી પાડા ગામના શાંતિલાલ હકજીભાઈ મેડા છાપરી ગામ ના બાબુલાલ રણછોડલાલ પીઠા યા ઝાલોદ તાલુકાના બિલવાણિ ગામ ના નિલેશ ભાઈ નરસિંહભાઈ પસાયા તથા ગલાલીયાવાડ જીવનદીપ સોસાયટી ના ધીરુભાઈ શાંતિલાલ યાદવ ને પકડી પાડયા હતા જ્યારે જુગારનો અડ્ડો ચલાવનાર વજુભાઈ ગલાભાઈ ભુરીયા વલણ નો કોઠો બનાવનાર દિલીપભાઈ યાદવ જુગારના ધંધામાં બહાર પોલીસની નિગરાની રાખનાર ગલાલીયાવાડ ના લાલાભાઇ ગણાવા તથા અન્ય આઠ જેટલા ઈસમો રેડ દરમિયાન પોલીસને ચકમો આપી નાસી ગયા હતા પોલીસે સ્થળ પરથી રૂપિયા 43.960/- ની રોકડ રૂપિયા ૧૭ હજારની કિંમતના અલગ અલગ કંપનીના મોબાઈલ ફોન નંગ ૭ રૂપિયા 75 હજાર હજારની કિંમતના ચાર જેટલા વાહનો તેમજ જુગારની સાધનસામગ્રી મળી કુલ રૂપિયા1.35.960/- નો મુદ્દામાલ પકડી પાડી પોલીસે કબજે લીધો હતો પોલીસે કોરોના સમયે માસ્ક પહેર્યા વિના જુગાર રમતા પકડાયેલા 11 જણા તથા નાસી જનારા 11 જણા મળી કુલ ૨૨ જણા વિરુદ્ધ જુગારના ગુનાની સાથે સાથે કોરોના ની ગાઈડલાઈન ના ભંગ નો પણ ગુનો નોંધી દાહોદ તાલુકા પોલીસે આગળની કાર્યવાહી હાથ ધરી છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error: Content is protected !!