Monday, 19/05/2025
Dark Mode

દાહોદમાં પોતાની પડતર માંગણીઓને લઈ 200 જેટલા મહેસુલી કર્મચારીઓ માસ સી.એલ પર ઉતર્યા…

April 30, 2025
        6740
દાહોદમાં પોતાની પડતર માંગણીઓને લઈ 200 જેટલા મહેસુલી કર્મચારીઓ માસ સી.એલ પર ઉતર્યા…

રાજેશ વસાવે :- દાહોદ 

દાહોદમાં પોતાની પડતર માંગણીઓને લઈ 200 જેટલા મહેસુલી કર્મચારીઓ માસ સી.એલ પર ઉતર્યા…

દાહોદ તા. ૩૦ 

દાહોદમાં પોતાની પડતર માંગણીઓને લઈ 200 જેટલા મહેસુલી કર્મચારીઓ માસ સી.એલ પર ઉતર્યા...

ગુજરાત રાજ્ય મહેસુલી કર્મચારી મહામંડળના 1 કર્મચારીઓની સંદર્ભે તંત્રને રજૂઆત કર્યા બાદ કોઈ ” નિરાકરણ ન આવતા આજે દાહોદ જિલ્લામાં 9 જેટલી મામલતદાર કચેરી, ત્રણ પ્રાંત અને એક કલેક્ટર કચેરીમાં મહેસુલ વિભાગના કામ કરતા 200 ઉપરાંત મહેસૂલી કર્મચારીઓ માસ સી.એલ પર ઉતરી જતા ઉપરોક્ત કચેરીના કામકાજમાં અરજદારોને ભારે હાલાકી નો સામનો કરવાનો વારો આવ્યો હતો.

ગુજરાત રાજ્ય મહેસૂલી કર્મચારી મહામંડળના દાહોદ જિલ્લાના કર્મચારીઓના જણાવ્યા અનુસાર, ” વિવિધ પડતર માંગણી માટે સરકારમાં પ્રથમ ગત – તા.૯ના રોજ તમામ જિલ્લામાં કલેકટરોને આવેદન પત્ર આપ્યા હતા. ત્યારબાદ કાળી પટ્ટી ધારણ કરીને કામગીરી કરી હતી. જે તે વખતે માસ સીએલ અને હડતાલ જેવા કાર્યક્રમો તબક્કા વાર આપશે એવું બેઠકમાં નક્કી કરાયુ હતુ. હવે કર્મચારીઓની માંગ પૂર્ણ ન થતાં તેઓ આજે માસ સી.એલ પર ઉતરી ગયા હતા.. જેથી દાહોદ જીલ્લામાં ફરજ બજાવતાં ૭૨ નાયબ મામલતદાર, ૫૮ કારકુન અને ૭૧ મહેસુલી તલાટી મળી ૨૦૦ થી વધુ મહેસુલી કર્મચારીઓએ ચાલુ દિવસે કામગીરી પડતી મુકતા ઉપરોક્ત કચેરીઓમાં અરજદારો તેમજ લાભાર્થીઓ અટવાઈ જવા પામ્યા હતા.જોકે મા સીલ પર ઉતરેલા કર્મચારીઓની માંગણીઓ અન્વયે જણાવ્યું હતું કે નાયબ મામલતારોને પર્વતમાં યાદી બનાવે કર્મચારીઓને જિલ્લા ફેર બદલી રોકવામાં આવે ઓનલાઇન પોર્ટલ દ્વારા જિલ્લા ફેર બદલીઓ કરવામાં આવે મહેસૂલી ખાતામાં અટકેલા પ્રમોશનો તાત્કાલિક ધોરણે કરવામાં આવે , પૂર્વ સેવા પરીક્ષા LRQ તેમજ HRQ જે બાકી છે. તે લેવામાં આવે પ્રકારની માંગણીઓને લઈને જિલ્લાના નાયબ મામલતદાર ક્લાર્ક તેમજ મહેસુલી તલાટીઓ આજરોજ માસ સી. એલ પર ઉતરી ગયા હતા..

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error: Content is protected !!