Tuesday, 16/04/2024
Dark Mode

દાહોદ જિલ્લામાં આજે નવા 23 કોરોના સંક્રમિત દર્દીઓનો વધારો: એક્ટિવ કેસોનો આંક 136 પહોંચ્યો

January 11, 2022
        1606
દાહોદ જિલ્લામાં આજે નવા 23 કોરોના સંક્રમિત દર્દીઓનો વધારો: એક્ટિવ કેસોનો આંક 136 પહોંચ્યો

દાહોદ જિલ્લામાં આજે નવા 23 કોરોના સંક્રમિત દર્દીઓનો વધારો: એક્ટિવ કેસોનો આંક 136 પહોંચ્યો

દાહોદમાં નોંધાયેલા કોરોનાના દર્દીઓમાં દાહોદ શહેરમાંથી 19 તેમજ ગ્રામ્ય વિસ્તારમાંથી 4 દર્દીઓ સામે આવ્યા: આજે વધુ ત્રણ દર્દીઓને કોરોનાને મહાત આપી 

છેલ્લા એક અઠવાડિયામાં નોંધાયેલા 136 દર્દીઓમાંથી 113 દર્દીઓ એકલા દાહોદ શહેરમાં નોંધાયા:ગ્રામ્ય વિસ્તારોમાંથી 23 દર્દીઓ નોંધાયા..

દાહોદ શહેરમાં ઝડપથી વધી રહેલા કોરોના સંક્રમણ ચિંતાનો વિષય: કલેકટર શ્રી દ્વારા ગઈકાલે  20 નવા માઇક્રો કન્ટેન્મેન્ટ ઝોન જાહેર કરાયા..

 દાહોદ શહેરમાં છેલ્લા એક અઠવાડિયામાં નોંધાયેલા કોરોનાના દર્દીઓમાં એક પણ એમીક્રોન વોરિયન્ટ નો કેસ નહીં:તો પછી નોંધાયેલા દર્દીઓ ક્યાં વોરિયન્ટના શિકાર થયાં..?સળગતો સવાલ..

દાહોદ તા.11

દાહોદ જિલ્લામાં આજે વધુ 23 નવા કોરોના સંક્રમિત દર્દીઓનો વધારો જોવા મળતા દાહોદ શહેર સહીત જિલ્લામાં ભયની સાથે ફફડાટ જોવા મળ્યો છે 

આજે નોંધાયેલા નવા કોરોનાના દર્દીઓમાં દાહોદ શહેરમાંથી 19 તેમજ ગ્રામ્ય વિસ્તારોમાંથી 4 મળી કુલ એક્ટિવ કેસોનો આંક 136 પર પહોંચવા પામ્યો છે જોકે છેલ્લા એક અઠવાડિયામાં કુલ નોંધાયેલા 136 કોરોના દર્દીઓમાંથી 113 જેટલાં કેસો તો દાહોદ શહેર માંથી તેમજ અન્ય 24 જેટલાં કેસો ગ્રામ્ય વિસ્તારમાંથી બહાર આવા પામ્યા છે દાહોદ શહેરમાં છેલ્લા એક સપ્તાહથી રોકેટની ગતીએ વધી રહેલા કોરોનાના કેસોને ધ્યાને લઈને દાહોદ જિલ્લા સમાહર્તા શ્રીએ ગઈ કાલે 20 જેટલાં માઈક્રો કન્ટેન્ટમેન્ટ ઝોન જાહેર કર્યા હતા હાલ આરોગ્ય તેમજ સ્થાનિક વહીવટી તંત્ર દ્રારા કન્ટેન્ટમેન્ટ ઝોન તેમજ કોરોના દર્દીઓના સંપર્કમાં આવેલા લોકોને ટ્રેસીંગ કરી કોરોનાને નઠવા અંગે તમામ પ્રયાસો હાથ ધરવામાં આવી રહ્યા છે આરોગ્ય વિભાગ દ્રારા ગઈ કાલે 1196 જેટલાં આરટીપીસીઆર તેમજ 701 જેટલાં રેપિડના ટેસ્ટો મળી કુલ 1897 જેટલાં સેમ્પલો પરીક્ષણ માટે મોકલ્યા હતા જે પૈકી આરટીપીસીઆર માંથી 16 તેમજ રેપિડ માંથી 07 કોરોના સંક્રમિત દર્દીઓ સામે આવવા પામ્યા છે હાલ મોટા ભાગના દર્દીઓને માઈલ્ડ લક્ષણો જણાતા આરોગ્ય વિભાગ દ્રારા તેએઓને હોમ આઇસોલેટ કરવામાં આવ્યા છે તેમજ આજે વધુ 03 લોકોએ કોરોનાને મ્હાત આપી સજા થવા પામ્યા છે અત્રે ઉલ્લેખનીય છે કે ભારતમાં એમીક્રોન ના વોરિયન્ટ દ્રારા ત્રીજી લહેરની શરૂઆત થઈ છે ત્યારે દાહોદમાં ઓમીક્રોન અથવા તેના લક્ષણો ધરાવતો એક પણ દર્દી ના નોંધાતા છેલ્લા એક અઠવાડિયામાં નોંધાયેલા 136 જેટલાં કોરોના સંક્રમિત દર્દીઓ કયા વોરિયન્ટ ના છે તે યક્ષ પ્રશ્ન બનવા પામેલ છે ત્યારે વહીવટી તંત્ર દ્રારા કોરોનાને નાથવા માટે તમામ પ્રયાસો હાથ ધરવામાં આવી રહ્યા છે

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error: Content is protected !!