
કલ્પેશ શાહ:- સીંગવડ.
સીંગવડ તાલુકા કોંગ્રેસ સમિતિએ કોરોના મહામારીમાં મૃત્યુ પામેલા લોકોના સ્વજનોને ચાર લાખ રૂપિયા વળતરની માંગ સાથે મામલતદારશ્રીને આવેદન પાઠવ્યું..
સીંગવડ તા.11
સિંગવડ તાલુકા કોંગ્રેસ સમિતિ દ્વારા કોરોના મહામારીમાં મૃત્યુ પામેલા લોકોના સ્વજનોને 4 લાખની સહાય આપવામાં આવે તેના માટે મામલતદાર સીંગવડને આવેદનપત્ર આપવામાં આવ્યું હતું.
સિંગવડ તાલુકામાં કોંગ્રેસ સમિતિના ગુજરાત પ્રદેશ પ્રમુખ જગદીશ ઠાકોર તથા દાહોદ જિલ્લા કોંગ્રેસ સમિતિના પ્રમુખ હર્ષદ નીનામાના આદેશ મુજબ કેન્દ્ર અને ગુજરાત ની બેરી અને મૂંગી સરકાર દ્વારા કોરોના મહામારીમાં મૃત્યુ પામેલા લોકોના સ્વજનોને સરકાર દ્વારા ૪ લાખની સહાય ચુકવવામાં આવે તે માટે કોંગ્રેસ પક્ષના આગેવાનો દ્વારા અનેક રજૂઆતો કરવા છતાં ભાજપ સરકારના પેટનું પાણી ન હાલતા હાઇકોર્ટ સુપ્રીમ કોર્ટ દ્વારા સરકારની ઝાટકણી કાઢવામાં આવતા ભાજપ સરકાર દ્વારા કોરોના મહામારીમાં મરણ પામનારના પરિવારને એક ઢોરની કિંમત કરતાં પણ ઓછી કિંમત આંકી ફક્ત પચાસ હજાર રૂપિયાની સહાય ચુકવવામાં આવી તે સરકાર દ્વારા ખરેખર ચાર લાખ રૂપિયા ની સહાય આપવામાં આવે તેની માંગ સાથે 11.01.2022 ના રોજ સિંગવડ મામલતદારને દાહોદ જિલ્લા કોંગ્રેસ પ્રમુખ હર્ષદભાઈ નિનામાની અધ્યક્ષતામાં તથા સિંગવડ તાલુકા કોંગ્રેસ સમિતિ દ્વારા ઉપરોક્ત માંગણીઓ માટે આવેદન પત્ર આપવામાં આવ્યું હતું જ્યારે covid-19 અંતર્ગત દાહોદ જિલ્લા કોંગ્રેસ પ્રમુખ હર્ષદ નીનામા પ્રદેશ માથી કાળુભાઈ નિનામા સિંગવડ કોંગ્રેસના આગેવાન પુનાભાઈ બારીયા સિંગવડ તાલુકા કોંગ્રેસ પ્રમુખ સુરેશ બારીયા તાલુકા પંચાયત સભ્યો તથા કોંગ્રેસના કાર્યકરો મોટી સંખ્યામાં ઉપસ્થિત તથા ગુજરી જનાર ના પરિવાર લોકો પણ ઉપસ્થિત રહીને મામલતદાર સિંગવડ ને આવેદનપત્ર આપવામાં આવ્યું હતું