
રાહુલ ગારી :- ગરબાડા
ગરબાડા તાલુકાના સીમલીયા બુઝુર્ગ ગામના આધેડે સરકારી હોસ્પીટલ સામે અગમ્ય કારણોસર ગળે ફાંસો ખાઈ જીવન ટુંકાવ્યું…
ઘરેથી ઢોર ચરાવવા નીકળેલા આધેડે ગળાફાંસો ખાઇ લેતા ચકચાર: હત્યા કે આત્મહત્યા..? પોલીસ તપાસમાં જોતરાઇ
ગરબાડા તા.12
ગરબાડા તાલુકાના નવા ફળિયા સરકારી હોસ્પિટલ ની સામે ઘરેથી ઢોર ચરાવવા નીકળેલા એક આધેડ વ્યક્તિએ અગમ્ય કારણોસર ઝાડ પર દોરડા વડે ગળેફાંસો ખાઇ આયખું ટુકાવ્યાનો જાણવા મળેલ છે.
વધુ મળતી માહિતી પ્રમાણે ગરબાડા તાલુકાના સીમલીયા બુઝુર્ગ ગામના તળાઈ ફળિયામાં રહેતા ભુરીયા મલજીભાઈ આજરોજ સવારે ઘરેથી ઢોર ચરાવવા નીકળ્યા હતા. ત્યાર બાદ આશરે દસ વાગ્યાની આસપાસ નવા ફળીયા સરકારી હોસ્પિટલ ખાતે તેઓનો મૃતદેહ નજીકના ઝાડ પર ગળેફાંસો ખાધેલી હાલતમાં મળી આવ્યુ હતું. જોકે ભૂરીયા મનજીભાઈએ કયા કારણોસર ગળે ફાંસો ખાઈ જીવન ટુંકાવ્યું હતું તેનોકારણ હાલ અકબંધ રહેવા પામ્યો છે. ત્યારે ઉપરોકત બનાવો સંદર્ભે ગરબાડા પોલીસે મરણ જનાર મનજીભાઈ ના પરિવારને જાણ કરી મૃતકના મૃતદેહને પીએમ માટે નજીકના સરકારી હોસ્પિટલ ખાતે મોકલી આપી આગળની તપાસ હાથ ધરી છે.