
મહેન્દ્ર ચારેલ :- સંજેલી
સંજેલીમાં ભગવાન વિશ્વકર્મા તેરસની ધામધૂમથી ઉજવણી કરાઇ…
વિશ્વકર્મા મંદિરેથી સંજેલી નગરમાં ઠેર ઠેર શેરીઓમાં આજરોજ શોભાયાત્રા નીકળી હતી.
સંજેલી તા. ૧૦
સંજેલી ખાતે પુષ્પ સાગર તળાવ પાસે આવેલ વિશ્વકર્મા મંદિરે પંચાલ સમાજ દ્વારા વિશ્વકર્મા તેરસ નિમિત્તે વિવિધ કાર્યક્રમોનું કરવામાં આવ્યું આયોજન .
વિશ્વકર્મા મંદિરેથી સંજેલી નગરમાં ઠેર ઠેર શેરીઓમાં આજરોજ શોભાયાત્રા નીકળી હતી..
પ્રાપ્ત માહિતી મુજબ વિશ્વ કર્માં તેરસ નિમિત્તે સંજેલી ખાતે પંચાલ સમાજ દ્વારા પુષ્પ સાગર તળાવ પાસે આવેલ વિશ્વકર્મા મંદિરે વહેલી સવારથી જ વિવિધ કાર્યક્રમોનો આયોજન હોય મોટી સંખ્યામાં ભક્તો ઉપસ્થિત રહ્યા હતા. વિશ્વકર્મા મંદિરે વહેલી સવારે મહા આરતી શોભાયાત્રા મહાપ્રસાદની સહિતના કાર્યક્રમમાં આયોજન કરવામાં આવ્યું હતું ત્યારે પંચાલ સમાજ સહિત સહુ કોઈ ભક્તો મોટી સંખ્યામાં કાર્યક્રમમાં દિવસ દરમિયાન પૂજા અર્ચનામાં જોડાઈ અને ભગવાન વિશ્વકર્મા ની પૂજા અર્ચના કરી અને મહાપ્રસાદ અને મહા આરતીનો લાભ લીધો હતો અને ધન્યતા અનુભવી હતી. વિશ્વકર્મા મંદિરેથી સંજેલી નગરમાં ઠેર ઠેર શેરીઓમાં આજરોજ શોભાયાત્રા નીકળી હતી ત્યારે ભજન કીર્તન ગરબા સહિતનું કાર્યક્રમનુ આયોજન કરવામાં આવ્યું હતુ . સંજેલી નગરના મોટી સંખ્યામાં ભક્તો ઉપસ્થિત રહ્યા હતા ને ભગવાન વિશ્વકર્મા તેરસની સૌ કોઈએ મળીને ઉજવણી કરી હતી .