
સિંગવડ તાલુકાના નવાગામ ખાતેથી પંચરાવ લાકડા ભરેલા બે ટેમ્પા ને સિંગવડ રેન્જ ફોરેસ્ટ સ્ટાફ દ્વારા પકડી પાડવામાં આવ્યા..
સીંગવડ તા. ૧૦
સિંગવડ તાલુકાના નવાગામ ખાતે રણધીપુર ફોરેસ્ટ ઓફિસ ના 8 2 2025 ના રોજ નાયબ વન રક્ષક બારીયા ને બાતમીના આધારે બે ટેમ્પા ભરીને પંચરાવ લાકડા લઈ જતા હોય તેવી બાપની મળતા તેને સિંગવડના આર એફ ઓ એમ એન પ્રજાપતિ દ્વારા સ્ટાફને સાથે રાખીને સઘન પેટ્રોલિંગ કરતા લાકડા ભરીને બે ટેમ્પા જતા હતા તેને ઊભા રખાવીને તપાસ કરતા તેમાંથી પાસ પરમીટ વગરના પંચરાવ ઇમારતી ઝાડો કાપી લાકડા મળી આવતા આ બે ટેમ્પા સાથે ટેમ્પા માલિક તથા ડ્રાઇવર સામે વન અધિનિયમ 1947 ની કલમ 41 (2) B મુજબ ગુનો નોંધી આગળની કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી જ્યારે વધુ તપાસ ફોરેસ્ટર જે.પી ડામોર કરી રહ્યા છે.1 ટેમ્પા નંબર GJ 17 T.5506 ડ્રાઇવર ઈસ્માઈલ મેબુબ બિદાની રહેવાસી ગોધરા ટેમ્પા માલિક ખાલીદ બીદાની રહેવાસી ગોધરા 2. ટેમ્પા નંબર GJ 09 T.6917 ડ્રાઇવર તથા વાહન માલિકનું નામ શાહિદભાઈ કાલા રહેવાસી ગોધરા વગેરેની પૂછપરછ કરી આગળની કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી