
રાજેશ વસાવે :- દાહોદ
દાહોદ SOGએ ડ્રોન સર્વેલન્સ મારફતે રતાલુની બેલ ની આડમાં વાવેતર કરેલા , ₹79 લાખના 455 લીલા છોડ અને સૂકો ગાંજો જપ્ત, દાદા-પોત્ર બંનેની ધરપકડ..
ગાંજાનો વાવેતર અને મઘ્ય ગૂજરાતના વિવિઘ શહેરોમાં વેચાણ…
દાહોદ તા. ૨૯
દાહોદ જિલ્લાના સ્પેશિયલ ઓપરેશન ગ્રુપ (SOG)એ ડ્રોન કેમેરાની મદદથી નાડાતોડ ગામમાંથી 79 લાખથી વધુની કિંમતનો ગાંજો પકડી પાડ્યો છે.બાતમીના આધારે દેવગઢ બારિયા તાલુકાના નાડાતોડ ગામ નજીક માદક પદાર્થની તીવ્ર દુર્ગંધની તપાસ કરવામાં આવી હતી, જેમાં આરોપી દાદા પ્રેમ પટેલે ખેતરમાં ગાંજાનું વાવેતર કર્યું હતું. જ્યારે પૌત્ર શૈલેષ સૂકા ગાંજાનું પેકિંગ કરીને વેચાણ કરતો હતો. બંનેની NDPS એક્ટ હેઠળ ધરપકડ કરી છે. જેમા પોલીસે ડ્રોન કેમેરાથી કરેલી તપાસમાં પ્રેમભાઈ પટેલના ખેતરમાં રતાળુના વેલાની વાડની આડમાં ગાંજાનું વાવેતર મળી આવ્યું હતું. તાત્કાલિક રેડ દરમિયાન ખેતર માલિક પ્રેમભાઈ મોતીભાઈ પટેલને ઝડપી પાડવામાં આવ્યા હતા. તેમના ખેતરમાંથી ગાંજાના 455 લીલા છોડ અને ઘરમાંથી સૂકો ગાંજો મળ્યો હતો. FSL અધિકારીઓએ સ્થળ પર જ તપાસ કરીને ગાંજાની પુષ્ટિ કરી હતી. પોલીસ તપાસમાં કુલ 790.400 કિલોગ્રામ ગાંજો જપ્ત કરવામાં આવ્યો છે, જેની કિંમત રૂ.79,04,000 છે.
*ગીચ જંગલ વિસ્તાર હોવાથી ગાંજાનું વાવેતર થાય છે :- SP ડો.રાજદીપસિંહ ઝાલા.*
એસપી ડૉ. રાજદીપસિંહ ઝાલાએ જણાવ્યું હતું કે દાહોદ એ રાજસ્થાન અને મધ્યપ્રદેશના બોર્ડર વિસ્તારને મળીને આવેલો જિલ્લો છે. જંગલ વિસ્તાર ખૂબ મોટો છે અને ગીચ જંગલ વિસ્તાર અને પહાડી વિસ્તાર હોવાના કારણે અહીં આરોપીઓ વારંવાર ગાંજાની ખેતી કરતા હોવાનું ધ્યાન પર આવે છે, જેથી 2023થી દાહોદ જિલ્લા પોલીસ દ્વારા આ પ્રકારની ગાંજાની ખેતી પકડી પાડવા માટે ડ્રોન ટેક્નોલોજી સાથે આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ અને મશીન લર્નિંગનો ઉપયોગ કરવામાં આવે છે.
*બાતમીદાર ને તીવ્ર વાસ આવતાં ગાંજાની બાતમી મળી હતી.*
એ જ રીતે દાહોદ જિલ્લા પોલીસ એસઓજી પીઆઈ સિદ્ધરાજ રાણાને બાતમી પ્રાપ્ત થયેલી કે આ નાડાતોડા ગામ છે, ત્યાં જે રોડ પસાર થાય છે ત્યાંથી બાતમીદારને કોઈ તીવ્ર પ્રકારની વાસ આવવાનું તેણે જણાવ્યું કે અહીં કોઈ આવું વાવેતર હોઈ શકે. ત્યાર બાદ ડ્રોનની મદદથી આખા એરિયાનું વીડિયો સર્વેન્સ કરવામાં આવ્યું, એ વીડિયો સર્વેલન્સમાં ધ્યાનમાં આવ્યું કે પ્રેમભાઈ પટેલ નામના ખેડૂત છે, તેમના વાડા(ખેતર)માં એક આખો સેઢો. તેમણે ગાંજાનું વાવેતર કરેલું છે.
*દાહોદ પોલીસે એક માસમાં 1.60 કરોડનાં નાર્કોટીક્સનો માલ જપ્ત.*
દાહોદ જિલ્લા પોલીસે સદર જગ્યાએ રેડ કરતાં આશરે 79 લાખ રૂપિયાનો ગાંજાનો મુદ્દામાલ પ્રાપ્ત થયેલો, જેમાં પ્રેમભાઈ અને તેમના પૌત્ર શૈલેષ રમેશ પટેલની ધરપકડ કરવામાં આવી છે. દાહોદ જિલ્લા પોલીસે નશાનું વાવેતર આ મહિનામાં આ એક કેસ છે. એ ઉપરાંત મધ્યપ્રદેશથી રાજસ્થાન જે પોશડોડાની હેરફેર થતી હોય છે એના ત્રણ કેસો પકડી પાડ્યા છે. આમાં દાહોદ જિલ્લા પોલીસ દ્વારા જાન્યુઆરી મહિનામાં આશરે એક કરોડ 60 લાખની રકમનો નાર્કોટિક્સનો જથ્થો પકડી પાડવામાં સફળતા મળી છે.