Wednesday, 12/02/2025
Dark Mode

પાણી મુદ્દે પાણી પુરવઠા બોર્ડ-જેટકો અને એમજીવીસીએલના જવાબદાર અધિકારીઓનું એકબીજા પર દોષારોપણ:જવાબદાર કોણ.?  દાહોદના સુધરાઇ સભ્ય અને પૂર્વ કારોબારી અધ્યક્ષની પાણી મામલે આત્મવિલોપનની ચિમકીથી ખળભળાટ …

January 27, 2025
        1652
પાણી મુદ્દે પાણી પુરવઠા બોર્ડ-જેટકો અને એમજીવીસીએલના જવાબદાર અધિકારીઓનું એકબીજા પર દોષારોપણ:જવાબદાર કોણ.?   દાહોદના સુધરાઇ સભ્ય અને પૂર્વ કારોબારી અધ્યક્ષની પાણી મામલે આત્મવિલોપનની ચિમકીથી ખળભળાટ …

રાજેશ વસાવે :- દાહોદ 

પાણી મુદ્દે પાણી પુરવઠા બોર્ડ-જેટકો અને એમજીવીસીએલના જવાબદાર અધિકારીઓનું એકબીજા પર દોષારોપણ:જવાબદાર કોણ.?

દાહોદના સુધરાઇ સભ્ય અને પૂર્વ કારોબારી અધ્યક્ષની પાણી મામલે આત્મવિલોપનની ચિમકીથી ખળભળાટ …

8 થી 10 દિવસ પાણીનો સપ્લાય નહી આપતાં ગોદીરોડની પ્રજાનો પાણી માટે વલખા : 

કલેક્ટરને આવેદન આપી સમસ્યાનું નિરાકરણ નહી આવે તો આવનાર દિવસોમાં આત્મદાહની ચિમકી ઉચ્ચારી

દાહોદ તા.27

પાણી મુદ્દે પાણી પુરવઠા બોર્ડ-જેટકો અને એમજીવીસીએલના જવાબદાર અધિકારીઓનું એકબીજા પર દોષારોપણ:જવાબદાર કોણ.?  દાહોદના સુધરાઇ સભ્ય અને પૂર્વ કારોબારી અધ્યક્ષની પાણી મામલે આત્મવિલોપનની ચિમકીથી ખળભળાટ ...

દાહોદ શહેરની પ્રજા હાલ વિવિધ સમસ્યો વેઠી રહી છે. ત્યારે શહેરના ગોદીરોડ ઉપર કડાણાના પાણી રેગ્યુલર ન આપતા વિસ્તારના લોકો પરેશાન બન્યા છે. આ બાબતથી રોષે ભરાઈ સ્થાનિક કાઉન્સીલર અને પાલિકાના પૂર્વ કારોબારી અધ્યક્ષે દાહોદ કલેકટરને આવેદન આપી આ સમસ્યાનું નીરાકરણ ન આવે તો આવનાર દિવસોમાં આત્મદાહ કરશે તેવી ચીમકી ઉચારતા શહેરમાં ખળભળાટ મચી ગયો હતો.

દાહોદ શહેરમાં છેલ્લા ઘણા વર્ષો દાહોદના ગોદીરોડ વિસ્તારની 30 હજાર જેટલી વસ્તીમાં કડાણા ડેમથી પાણી પુરવઠો આપવામાં આવે છે. આ ડેમમાંથી ઘણા સમયથી વિવિધ કારણોસર ગોદીરોડ ઉપર પાણી પુરવઠો નિયમિત આપવામાં આવતો નથી અને 8 થી 10 દિવસે પાણી આપવામાં આવતું નથી. આ મુદ્દે ગોદીરોડ વિસ્તારના કાઉન્સીલર અને પાલિકાના પૂર્વ કારોબારી ચેરમે લક્ષ્મણ એ. રાજગોર (લખન રાજગોર)એ કલેકટરને આવેદન આપ્યું છે. તેમાં જણાવાયું છે કે આ પાણી પુરવઠો નિયમીત મળતો ન હોવા છતાં અહિંયા પાણીના ટેન્કરની પણ વ્યવસ્થા કરવામાં આવતી નથી. તેમજ વારંવાર પાણી પુરવઠા કચેરી અને સંતરામપુર એમ.જી.વી.સી.એલના જવાબદાર અધિકારીઓને રજુઆત કરવા છતાં સમસ્યાનું નિવારણ થતું નથી. વધુમાં આવેદનમાં જણાવાયું છે કે આ તકલીફનો ભોગ અને લોકોના આક્રોશનો ભોગ અમો કાઉન્સીલરો બની રહ્યા છીએ તેથી દાહોદ શહેરના ગોદીરોડની પ્રજાને કડાણા ડેમથી યુદ્ધના ધોરણે પાણી પુરવઠો નિયમીત કરવામાં આવે તેવી માંગ કરી અને જો આ પાણીપુરવઠો નિયમીત ન થાય તો આવનારા તારીખ, સ્થળ સમય લેખીતમાં જણાવી અને અમો કાઉસીલરા જવાબદાર કચેરી પાસે આત્મવિલોપન કરીશું અને તેની જવાબદારી વહીવટી અધિકારીઓની રહેશે તેવી ચિમકી આવેદનમાં ઉચ્ચારી છે. આ આવેદનથી સવાલ એ ઉપસ્થિત થાય છે સત્તાપક્ષના કાઉન્સીલર અને પૂર્વ કારોબારી અધ્યક્ષ હોવા છતાં તેમના વિસ્તારના કામો નથી થતા તો આમ પ્રજાએ તો આ તંત્ર પાસે શુ આશા રાખવી તે વિચારવા લાયક બાબત બની છે.

: *એમજીવીસીએલના હાઈ વૉલ્ટેજના કારણે મશીન ઓને નુકસાન થઈ રહ્યું છે, જેના પગલે આ સમસ્યા સર્જાઈ રહી છે :- K.B રાણા એજ્યુકેટીવ એન્જિનિયર પાણી પુરવઠા બોર્ડ.*

દાહોદ ને કડાણા થી લીફ્ટિંગ કરી પાણી આપવામાં આવી રહ્યું છે એચ.વી.ઇ.વી ની એજન્સી સારી રીતે નિભાવણી કરી રહી છે. એમજીવીસીએલના હાઇ વૉલ્ટેજના કારણે અમારી મશીનરીને નુકસાન થઈ રહ્યું છે જેના લોગર રિપોર્ટ પણ અમારી પાસે ઉપલબ્ધ છે. વોલ્ટેજ અપડાઉનના કારણે પાવર ટ્રીપીંગ ના લીધે પાણી સપ્લાયમાં ઇન્ટરસ્પેટન આવી રહ્યું છે. પાણી પુરવઠા બોર્ડ તરફથી નીગ્લીજેંસી કોઈ પ્રકારે કરવામાં આવતી નથી. એમજીવીસીએલનો પ્રોબ્લેમ સોલ્વ થાય તો પાણી રેગ્યુલર મળી જશે. અમારા તરફથી કોઈ પ્રોબ્લેમ નથી..

*અમારા ફીડર ચાલુ છે, વોલ્ટેજ મેન્ટેનન્સ કરવાની જવાબદારી જેટકોની છે :- MGVCL એજ્યુકેટીવ રાવલ સંતરામપુર?*

 અમારું ફીડર ચાલુ છે.અમારા ફીડરમાં કોઈ પ્રોબ્લેમ નથી. વોલ્ટેજમાં કોઈ ટેપ થાય તો તેનું મેન્ટેનન્સ જેટકો કંપની કરે છે. Mgcl દ્વારા સમય સમય પર રિપોર્ટિંગ કરી વિભાગીય અને સર્કલ ઓફિસને ડેટા પણ મોકલવામાં આવે છે. સંતરામપુર પાસે ભાણા સીમલ સબ સ્ટેશન નંબર 2 માંથી સપ્લાય થાય છે. અમારા પાસે ચેન્જ ઓવર સિસ્ટમ લાગેલી છે. ફીડરમાં કોઈ ડેમેજ કે બ્રેકેટ થાય તો બીજા ફીડર પર પાવર સપ્લાય કરવામાં આવે છે. સિસ્ટમ વોલ્ટેજ નો પ્રોબ્લેમ હોય તો જેટકો ને જાણ કરીએ છીએ મેન્ટેનન્સ વોલ્ટેજ રેગ્યુલેશન તે લોકો કરે છે. 

*કન્ઝ્યુમર પોઈન્ટ ઓફ ન્યુ ફીડર પર ટેકનિકલ માણસ કે સુપરવાઇઝરના અભાવે આ પ્રોબ્લેમ થઈ રહ્યો છે. અમારા તરફથી કોઈ પ્રોબ્લેમ નથી :- એજ્યુકેટીવ ઓફિસર ગરાસીયા જેટકો.*

જેટકો દ્વારા વોલ્ટેજ નો પ્રોબ્લેમ હોય તો તેને ટ્રાન્સફોર્મર ટેપ ચેન્જ કરીએ છીએ મેન્ટેનન્સ સરસ્વાને કન્ઝ્યુમ કરી 11 કેવી લાઈન પર પ્લસ માઇનસ અમે કરીએ છીએ. મેન્ટેનન્સ ઇલેક્ટ્રિસિટી રેગ્યુલેશન પ્રમાણે 11.5, 12.5 તેમાં 10.5 અમે નિયમિત પ્રમાણે ધ્યાન રાખે છે. 99.99 65 અમે મેન્ટેનન્સ કરીએ છીએ. એમજીવીસીએલ ના નેટવર્કમાં થતી હોય તો આવું થાય છે. તેમજ કન્ઝ્યુમર જે પાણી પુરવઠા બોર્ડના ટ્રાન્સફોર્મર ટેપ હોય છે. ત્યાં આઉટસિંગ એજન્સી દ્વારા માણસો કામ કરે છે તેમાં ટેકનિકલ ઓપરેટર અથવા ઓછા પગાર ધારા ધોરણ પર ટેકનિકલ પર્સન ની જગ્યાએ iti ભણેલા શિખાઉ લોકોને કન્ઝ્યુમર પોઈન્ટ ઓફ વ્યૂ ઉપર બેસાડે છે જેના પગલે તેઓ ધ્યાન નથી આપતા એટલે આ પ્રોબ્લેમ થાય છે તેવું લાગી રહ્યું છે. બાકી અમારી પાસે બેટરી ચાર્જર સહિતની તમામ વસ્તુઓ છે અમારા તરફથી સ્મૂથરીતે વોલ્ટેજ મેન્ટેનન્સ કરવામાં આવે છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error: Content is protected !!